Ahmedabad: પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણી ફરાર થયેલા ASI સહિત 4 જવાનોમાંથી એક ઝડપાયો

|

Jun 13, 2022 | 5:45 PM

રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવાનું કામ પોલીસનું છે પણ દારૂબંધીનું પાલન કરાવનાર જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં રક્ષકો જ દ્વારા દારુ પીવામાં આવતા ખૂબ શરમજનક ધટના સામે આવતા ઉચ્ચ અધિકારીઓ નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Ahmedabad: પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ માણી ફરાર થયેલા ASI સહિત 4 જવાનોમાંથી એક ઝડપાયો
One TRB jawan was nabbed

Follow us on

ગુજરાત (Gujarat) માં દારૂબંધીના નિયમોના અમદાવાદ (Ahmedabad) પોલીસે ધજાગરા ઉડાવતા જોવા મળ્યા હતા. નવરંગપુરા સ્ટેડિયમ ટ્રાફિક ચોકીમાં 3 ટીઆરબી (TRB) જવાન અને એક ASI દારૂની મહેફિલ માળતા હતા. જોકે ચારેય લોકો ફરાર થઈ ગયા હતા જેમાંથી એક ટીઆરબી જવાને પોલીસે ધરપકડ કરી છે. પોલીસ ગિરફતમાં રહેલ સોનુ પાલ ટીઆરબી જવાન દારૂની મહેફિલના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. નવરંગપુરા વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ પાસે આવેલી બી ડિવિઝન ટ્રાફિક પોલીસ ચોકીમાં દારૂની મહેફિલ ઝડપાઇ હતી. જેમાં ત્રણ ટીઆરબી જવાન રાકેશ પટણી, દિનેશ પટણી, સોનુ પાલ અને ASI કાંતિભાઈ સોમાંભાઈ શરાબ અને સબાબની પાર્ટી માં સામેલ હતા. દારુ પાર્ટી કરતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. જેથી નવરંગપુરા પોલીસે મહેફિલ ગુનો નોંધી એક ટીઆરબી જવાનની મોડી રાત્રે ધરપકડ કરી મેડિકલ રિપોર્ટ કરાવામાં આવ્યો છે.

પોલીસ પ્રાથમિક તપાસમાં દારૂની મહેફિલ માળતા ટીઆરબી જવાન અને એ.એસ. આઈ પોતાની ડ્યુટી પૂર્ણ કર્યા બાદ ટ્રાફિક ચોકીમાં દારૂ પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં સોનુ પાલ નામનો ટીઆરબી જવાન પકડાયો છે પરંતુ અન્ય 3 લોકો ફરાર થતા પોલીસે શોધખોળ શરૂ કરી છે..પકડાયેલ ટીઆરબી જવાન દારૂ પીધેલ ન હોવાનું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે પણ તેનું મેડિકલ રિપોર્ટ કરાવીને વધુ તપાસ શરૂ કરી છે પરંતુ ASI કાંતિભાઈ સોમાભાઈ સહિત 3 લોકો દારૂ નશો કર્યો હતો. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે કે દારૂની બોટલ ક્યાંથી લાવ્યા હતા.

રાજ્યમાં દારૂબંધીનું પાલન કરાવવાનું કામ પોલીસનું છે પણ દારૂબંધીનું પાલન કરાવનાર જ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં રક્ષકો જ દ્વારા દારુ પીવામાં આવતા ખૂબ શરમજનક ધટના સામે આવતા ઉચ્ચ અધિકારીઓ નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ ઘટના બાદ પોલીસ તંત્ર સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે કે જે પોલીસ કર્મચારીઓએ દારૂબંધીનો અમલ કરાવવાનો હોય તેઓ જ ખુલ્લેઆમ દારૂનું સેવન કરી રહ્યા છે અને પોલીસની છબીને ખરાબ કરી રહ્યા છે. જો પોલીસ જ આવું કરશે તો બુટલેગરો સામે કાર્યવાહી કરશે તેવા પણ પ્રશ્નો ઉઠ્યા હતા. તો એ પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે ખુલ્લેઆમ પોલીસ ચોકીમાં દારૂ કેવી રીતે આવ્યો અને આ જવાનોએ અગાઉ કેટલીવાર આવી રીતે પાર્ટી કરી છે ? સાથે જ મહત્વનો  પ્રશ્ન પણ ઉઠ્યો હતો કે કોની રહેમ નજર હેઠળ આ પાર્ટી  ચાલતી હતી?

Published On - 5:29 pm, Mon, 13 June 22

Next Article