Ahmedabad: શ્રાવણના અંતિમ દિવસે ભક્તો બન્યા શિવમય, 6 લાખથી વધુ રૂદ્રાક્ષમાંથી બનાવવામાં આવ્યું શિવલિંગ

|

Aug 27, 2022 | 8:07 PM

શિવલિંગમાં (Shivling) લગાવેલા રૂદ્રાક્ષ લોકોને પ્રસાદી સ્વરૂપે આપવાનો સંકલ્પ કરાયો છે. તેમજ આયોજકનું માનવું છે કે જે લોકો શિવલિંગ લાવીને પૂજા નથી કરી શકતા તેઓને શિવલિંગ મળે માટે આ વર્ષે 1008 શિવલિંગ લવાયા છે.

Ahmedabad: શ્રાવણના અંતિમ દિવસે ભક્તો બન્યા શિવમય, 6 લાખથી વધુ રૂદ્રાક્ષમાંથી બનાવવામાં આવ્યું શિવલિંગ
અમદાવાદના મેઘાણીનગર ખાતે થઈ રૂદ્રાક્ષના શિવલિંગની પૂજા

Follow us on

પવિત્ર શ્રાવણ  (Shravan) મહિનાનો આજે છેલ્લો દિવસ છે જેની રાજયભરમાં ઉજવણી થઈ રહી છે. તેમજ મંદિરોમાં છેલ્લા દિવસે ભક્તોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના (Ahmedabad) મેઘાણીનગરમાં રહેતા એક ધાર્મિક અને આસ્થાળુ પરિવારે આ શ્રાવણ મહિનાની અલગ રીતે ઉજવણી કરી હતી. આ પરિવાર દ્વારા 6 લાખ કરતાં વધુ રૂદ્રાક્ષમાંથી (Rudraksh Shivling) શિવલિંગ બનાવવામાં આવ્યું હતું. તેમજ માટીમાંથી  1008 શિવલિંગ પણ બનાવવામાં આવ્યા હતા. જેની પૂજા અર્ચના કરવામાં આવી હતી.

મેઘાણીનગરમાં આશીષનગરમાં રહેતા એક પટેલ પરિવાર દ્વારા ધર્માત્મા કુટિર ખાતે 6 લાખ કરતા વધુ રૂદ્રાક્ષમાંથી શિવલિંગ બનાવવામા આવ્યુ. સાથે જ આ વર્ષે 1008 શિવલિંગ પણ રાખવામાં આવ્યા. જે શિવલિંગે એક અલગ આકર્ષણ ઉભુ કર્યુ છે. તો વધુમા સિધ્ધ કરેલી રૂદ્રાક્ષની માળા અને શિવલિંગ પણ લોકોને પ્રસાદી સ્વરૂપે આપવાનુ આયોજન કરાયું હતું. જેના કારણે ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહી.

આ રીતે શ્રાવણ માસની ઉજવણી કરતા પટેલ પરિવારની સાથે સાથે આસપાસ રહેતા લોકો પણ શિવલિંગના દર્શન કરવાનું ચૂકતા ન હતા.  તેમજ દર્શનાર્થીઓ શિવલિંગના દર્શન સાથે પૂજા અર્ચના કરીને હવનમાં પણ ભાગ લે છે. તો ભક્તો માટે પ્રસાદી સ્વરૂપે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ધાર્મિક કાર્યમાં અન્યોને મદદરૂપ થવાનું આયોજન

આ ભાવિક પરિવારનુુ માનવુ છે કે આ પ્રકારે ભગવાનની ભક્તિ કરાવવી અને અન્યને પણ તેનો લાભ અપાવવો તે એક શુભ કાર્ય છે. એટલું જ નહી પણ જે લોકો શ્રાવણ માસમાં આ પ્રકારે આયોજન કરીને ભગવાનની ભક્તિ ન કરી શકે તેવા લોકોને સહાયરૂપ થવાનો પણ આ તેમનો પ્રયાસ છે. જે કાર્ય પટેલ પરિવારે છેલ્લા 10 વર્ષથી કરતા વધુ વર્ષથી કાયરત રાખ્યો છે. તો સાથે પટેલ પરિવાર દ્રારા આ કાર્ય કરવા પાછળ ભગવાનનો પરચો મળ્યો હોવાનુ પણ જણાવાયુ છે. જે શિવલિંગમાં લગાવેલા રૂદ્રાક્ષ લોકોને પ્રસાદી સ્વરૂપે આપવાનો સંકલ્પ કરાયો છે.

તેમજ આયોજકનું માનવું છે કે જે લોકો શિવલિંગ લાવીને પૂજા નથી કરી શકતા તેઓને શિવલિંગ મળે માટે આ વર્ષે 1008 શિવલિંગ લવાયા છે. તો સાથે જ પુજારીનુ પણ માનવુ છે કે પૂરો શ્રાવણ મહિનો શિવજીની પૂજા કરવામા આવે છે જેથી પહેલા દિવસથી લઈને છેલ્લા દિવસ સુધી શિવ મંદિર અને ધર્માત્મા કુટિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે.

ધર્માત્મા કુટિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારનું આયોજન અને અલગ અલગ થીમ હોય છે. જેમાં છેલ્લા કેટલાક વર્ષથી રુદ્રાક્ષના શિવલિંગ યથાવત છે પણ તેમાં રુદ્રાક્ષ અને માળા ની સંખ્યામાં વધારો કરાયો છે તો આ વર્ષે 1008 શિવલિંગ રખાયા છે. જે ભક્તોને અપાશે. જેથી તેઓ પોતાના ઘરે શિવલિંગની પૂજા કરી શકે અને તેનાથી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે તેમજ વધુ વેગવાન પણ બને.

Published On - 6:48 pm, Sat, 27 August 22

Next Article