Ahmedabad : ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ સામે અધ્યાપકો બાદ હવે NSUIનો વિરોધ

|

Aug 12, 2021 | 5:06 PM

ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ સામે અધ્યાપકો બાદ હવે NSUIએ પણ વિરોધ શરૂ કર્યો છે. સરકારે ખાનગી યુનિવર્સિટી એકટમાં સુધારો કરતા રાજ્યની અનેક ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવામાં આવી છે.

Ahmedabad : ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણ સામે અધ્યાપકો બાદ હવે NSUIએ પણ વિરોધ શરૂ કર્યો છે. સરકારે ખાનગી યુનિવર્સિટી એકટમાં સુધારો કરતા રાજ્યની અનેક ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે જોડવામાં આવી છે. જીએલએસ કેમ્પસમાં આવેલી એચ એ કોમર્સ કોલેજને જીએલએસ યુનિવર્સિટીમાં જોડવાની હિલચાલના આક્ષેપ સાથે NSUIએ વિરોધ કર્યો હતો. વિરોધમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. એચ એ કોલેજ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અમદાવાદની 15 ગ્રાન્ટેડ કોલેજોનું ખાનગીકરણ કરવાનો આક્ષેપ સાથે NSUI દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. NSUIના વિરોધ બાદ એચ એ કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એચ એ કોલેજોનું ખાનગીકરણ થાય તેમાં અમને રસ નથી.

 

 

આ પણ વાંચો : Surat : તહેવારો ટાણે જ મીઠાઈના ભાવમાં 40 ટકા સુધીનો વધારો, નહિવત્ ખરીદીને પગલે વેપારીઓમાં ચિંતા

આ પણ વાંચો : Ahmedabad : તહેવારો આવે અને મોંઘવારી લાવે, શ્રાવણ માસમાં ફરાળી વાનગીઓના ભાવમાં વધારો

 

Next Video