Ahmedabad : શાસ્ત્રી બ્રિજની બંને સાઇડ ટ્રાફિક પોલીસે સંભાળ્યો મોરચો, હવે માત્ર નાના વાહનો જ કરી શકશે અવરજવર,જૂઓ Video

|

Jun 09, 2023 | 11:26 AM

આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલો છે. મોટા વાહનો પસાર થાય તો ધ્રુજારી મારે છે. આ અંગેની જાણ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ ઘડ્યો હતો.

Ahmedabad : શાસ્ત્રી બ્રિજની બંને સાઇડ ટ્રાફિક પોલીસે સંભાળ્યો મોરચો, હવે માત્ર નાના વાહનો જ કરી શકશે અવરજવર,જૂઓ Video

Follow us on

Ahmedabad: અમદાવાદના જર્જરીત શાસ્ત્રી બ્રિજને (Shastri Bridge) લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. TV9ના અહેવાલ બાદ AMCનું તંત્ર સફાળુ જાગ્યું છે. જર્જરિત (Dilapidated)જણાતા મોટા વાહનો માટે શાસ્ત્રી બ્રિજ બંધ કરાયો છે. હવે શાસ્ત્રી બ્રિજ પરથી માત્ર નાના વાહનો જ અવરજવર કરી શકશે. વિશાલા ત્રણ રસ્તાથી નારોલ તરફના શાસ્ત્રી બ્રિજનો એક ભાગ બંધ કરાયો છે. ભારે વાહનોની અવરજવર રોકવા ટ્રાફિક પોલીસના જવાનોને ખડેપગે રખાયા છે.

આ પણ વાંચો –Rajkot : યુવા ભાજપ મંત્રી કરણ સોરઠીયા દ્વારા ફાયરિંગના કેસમાં કાર્યવાહી, બંને પક્ષના આરોપીઓની ધરપકડ

અમદાવાદના વિશાલા પાસે શાસ્ત્રી બ્રિજ જર્જરિત  હોવાના TV9ના અહેવાલનો પડઘો પડ્યો છે. TV9ના અહેવાલ બાદ સફાળા જાગેલા તંત્રએ શાસ્ત્રી બ્રિજના સમારકામનો નિર્ણય કર્યો છે. TV9 ગુજરાતીએ ગત 5 જૂનના રોજ શાસ્ત્રી બ્રિજ પર તિરાડો પડી ગઈ હોવાનો અને પોપડા ઉખડી ગયા હોવાનો અહેવાલ દર્શાવ્યો હતો. આ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગ્યું હતું અને રૂપિયા 5.50 કરોડના ખર્ચે બ્રિજમાં બેરિંગ રિપેરિંગનો નિર્ણય લેવાયો છે. 14 જૂન સુધીમાં તેના માટે ટેન્ડર (Tender) બહાર પાડવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

મહત્વનું છે કે આ બ્રિજ છેલ્લા ઘણા સમયથી જર્જરિત થઈ ગયેલો છે. મોટા વાહનો પસાર થાય તો ધ્રુજારી મારે છે. આ અંગેની જાણ હોવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં પોઢી રહ્યું હતું. જાણે કોઈ દુર્ઘટનાની રાહ જોવાઈ રહી હોય તેવો ઘાટ ઘડ્યો હતો. તંત્રએ ફક્ત વ્હાઈટવોશ કરીને જ કામ ચલાવી લીધુ હતું. રસ્તા અને બ્રિજના સમારકામ માટે બજેટમાં રૂપિયાની ફાળવણી થતી હોવા છતાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ સત્તાધીશો કરી રહ્યા હતા. જોકે આ બ્રિજનું સમારકામ શરૂ ક્યારે થશે તે મોટો સવાલ છે.

TV9 દ્વારા આ બ્રિજને લઈ રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું. જેમાં ખુલાસો થયો છે કે વિશાલા બ્રિજની હાલત દિવસે દિવસે જર્જરીત થઇ રહી છે. આ બ્રિજ પરથી પસાર થવું એટલે કે મોતના મુખમાંથી પસાર થવા સમાન છે તેમ કેટલાક લોકો કહે છે. વિશાલા બ્રિજ અમદાવાદના સૌથી જૂના ઓવરબ્રિજ માંથી એક છે. જો કે એલિસબ્રિજના ધારાસભ્યનો દાવો છે કે, બ્રિજ સુરક્ષિત છે. ત્યારે હવે લોકો મૂંઝવણમાં મુકાયા છે. કે આ બ્રિજ પરથી પસાર થવું કે કેમ. જોખમી બ્રિજ સામે હવે તંત્ર સબ સલામતીના દાવા તંત્ર કરી રહ્યુ છે. જે કેટલું સત્ય છે તે બાબત આવનારા સમયમાં સામે આવશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:44 am, Fri, 9 June 23

Next Article