અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં એક વર્ષ પહેલા બનાવેલી ઓવર હેડ ટાંકીના પાઇપમાંથી પાણી લીકેજ થવા લાગ્યું છે. જેમાં વસ્ત્રાલ રિંગ રોડ પર ટીપી નંબર 113 ખાતે આવેલ ઓવરહેડ ટાંકી કે જેને હજુ એક વર્ષ થયું છે ત્યાં ટાંકીની પાઇપમાંથી પાણી લીકેજની ઘટના સામે આવી છે. આ ઓવરહેડ ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનનું લોકાર્પણ રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે એક વર્ષ પૂર્વે કર્યું હતું. લીકેજ ના પગલે ટાંકી માંથી લોકોને અપાતો પાણી પુરવઠો બંધ કરી દેવાયો છે.
વસ્ત્રાલ રિંગ રોડ હાલમાં ડેવલપ થતો વિસ્તાર છે. જ્યાં નવી સ્કીમોમાં બોરના પાણીથી કામ ચલાવવું પડે છે. જેથી લોકોને નર્મદાનું પાણી મળે માટે ફેબ્રુઆરી 2019માં ટાંકી અને વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરનું ભૂમિપૂજન કરાયુ. ડિસેમ્બર 2021માં મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું. જે બાદ લોકોને નર્મદાનું પાણી પહોંચે માટે નાણાં ભરાવી કનેક્શન પણ લેવડાવ્યા પણ તે ટાંકી બન્યાના એક વર્ષમાં ટાંકીની પાઇપના જોઈન્ટ માંથી પાણી લીકેજ તેમજ અન્ય સ્થળે કરેલા કનેક્શન માંથી અવાર નવાર પાણી લિકેજની સમસ્યા સામે આવી. જેના કારણે અવાર નવાર પાણીનો પુરવઠો બંધ રહેતા લોકોને હાલાકી પણ પડી.
જો કે આ વાત મીડિયામા આવતા તંત્ર સફાળું જાગ્યું અને પાણી લીકેજ બંધ કરવા કામ શરૂ કર્યું. જેમાં ઓવરહેડ ટાંકીમાં પાઇપ પાસે જગ્યા કરી પાઇપ ચેઇન લિફ્ટરથી ઊંચી કરી પાઇપ વચ્ચે ગાસ્કેટ લગાવાશે જેથી જોઈન્ટમાંથી લીકેજ થતું પાણી બંધ કરી શકાય. જે માટે 4 દિવસનો સમય લાગશે તેવું કામદારે જણાવ્યું. જો કે એક અંદાજ પ્રમાણે ટાંકીનું પાણી. બંધ રહેતા આસપાસની 40 થી વધુ સ્કીમમાં રહેતા હજારો લોકોને તેની અસર પડી છે તેવું સ્થાનિકોનું માનવું છે.
તો બીજી તરફ ટાંકીની પાઇપમાંથી સર્જાયેલ પાણી લીકેજ અંગે કાર્યવાહી કરી હોવાનું વોટર અને ડ્રેનેજ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું. ટાંકીનું નામ જલારામ ઇન્ફ્રાસ્ટ્રકચરને અપાયું હતું. જેને તેની કામગીરી માટે અગાઉ ત્રણ વાર નોટિસ પણ અપાઈ અને સાથે જ હાલમાં જલારામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કામ નહીં કરે તો તેના ખર્ચે અન્ય પાસે કામ કરવા જણાવ્યું સાથે જ કડક પગલાં ભરવા પણ ખાતરી આપી છે.
આ પણ વાંચો : Suratમાં બનશે ભારતનું સૌથી ઊંચુ મહાનગરપાલિકાનું વહીવટી ભવન, જાણો શું છે તેની અન્ય વિશેષતા
Published On - 5:41 pm, Sat, 28 January 23