AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: સિવિલમાં નવજાત બાળકીએ 3 રોગને માત આપી, 23માં દિવસે નસીબ થયુ માતાનું દુધ

Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના બાળરોગ સર્જરી વિભાગમાં નાના આંતરડામાં તકલીફથી પીડાતી નવજાત બાળકીને દાખલ કરવામાં આવી હતી તો જન્મના 42 કલાકમાં જ બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હતુ.

Ahmedabad: સિવિલમાં નવજાત બાળકીએ 3 રોગને માત આપી, 23માં દિવસે નસીબ થયુ માતાનું દુધ
In Ahmedabad Civil, a newborn girl overcame 3 diseases, breastfed on the 23rd day
Nirupa Duva
| Edited By: | Updated on: Jun 12, 2021 | 6:16 PM
Share

Ahmedabad : અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના બાળરોગ સર્જરી વિભાગમાં નાના આંતરડામાં તકલીફથી પીડાતી નવજાત બાળકીને દાખલ કરવામાં આવી હતી તો જન્મના 42 કલાકમાં જ બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive)આવતા પરિવારજનો પર જાણે આભ ફાટ્યું હતુ.

મુળ મહેમદાબાદના કુરેશીના ઘરે બાળકીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.જન્મ સમયે બાળકીનું વજન 2.5 કિગ્રા જ હતું જેના કારણે બાળકી સ્તનપાન કરી શકે તેમ ન હતી. જેથી બાળકીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)માં દાખલ કરવી પડી હતી અને બાળકીના રિપોર્ટ કરવામાં આવતા બાળકીના નાના આંતરડામાં તકલીફ હોવાનું સામે આવ્યું હતુ.

જે માટે બાળકીની સર્જરી કરવી ખુબ જરુરી હતી પરંતુ સર્જરી પહેલા જ બાળકીનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છતા બાળકીની સર્જરી કરવી ખુબ જરુરી હતી.બાળકીને લોહીમાં પણ ઈન્ફેશન ફેલાઈ જવાને કારણે વજન સતત ધટવા લાગ્યું હતુ.અમદાવાદની સિવિલ હોસ્પિટલ (Ahmedabad Civil Hospital)નાં બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ આ પડકાર ઝીલી સર્જરી કરવાનું નક્કી કર્યું હતુ.

ડોક્ટરે PPE કિટ પહેરીને બાળકીના આંતરડાની સફળ સર્જરી કરી હતી, બાળકીએ જન્મના 23માં દિવસે માતાનું દુધ પીધું હતુ. આ પહેલા બાળકીને જન્મના 17માં દિવસે પાઈપ દ્વારા માતાનું દુધ આપવામાં આવ્યું હતુ. ત્યારે કહી શકાય કે, બાળ રોગના ડોક્ટરોની ટીમે બાળકીને મોતના મુખમાંથી બહાર લાવ્યા હતા.

સર્જરીમાં જાણવા મળ્યું હતુ કે, બાળકીના નાના આંતરડાનો સંપુર્ણ વિકાસ થયો ન હતો જે કારણોસર બાળકીને ફીડીંગમાં મુશ્કેલી પડતી હતી. જેના માટે આંતરડાના ખરાબ ભાગને સર્જરી દરમિયાન કાઢી નાંખવામાં આવ્યું હતુ અને બાકી રહેલા સારા ભાગને આંતરડાના અન્ય ભાગ સાથે જોડવામાં આવ્યું હતુ.સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના ડોક્ટરે જણાવ્યું હતુ કે, ઈલીયલ અટ્રેસીયા નામની બિમારી 10 હજાર નવજાત બાળકમાંથી 2 બાળકમાં જોવા મળે છે.

g clip-path="url(#clip0_868_265)">