Ahmedabad: SVPI એરપોર્ટ પર મુસાફરો માટે નવી બેગેજ સિસ્ટમ ટૂંક સમયમાં થશે સંપૂર્ણ કાર્યરત

|

Dec 07, 2022 | 7:28 PM

છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરના એરપોર્ટથી 30 સ્થળો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ નેટવર્ક કનેક્ટિવિટીમાં વધારો કર્યો છે. નવી એરલાઈન્સ પણ અમદાવાદથી સંચાલન કરવાનું પસંદ કરતી હોવાથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

Ahmedabad: SVPI એરપોર્ટ પર મુસાફરો માટે નવી બેગેજ સિસ્ટમ ટૂંક સમયમાં થશે સંપૂર્ણ કાર્યરત

Follow us on

અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તાજેતરમાં મુસાફરો માટે અનેક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે તો ઘણા ચાલુ કામો પૂરા થવાના આરે છે. તાજેતરમાં ઉમેરવામાં આવેલી અત્યાધુનિક ઈનલાઈન બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમ ઈન્ટીગ્રેશનની ખૂબ નજીક છે. થોડા સમય અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક જ દિવસમાં 32,000 મુસાફરોની અવરજવરને પાર કરી ગઈ હતી, જેમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરના એરપોર્ટથી 30 સ્થળો અને 14 આંતરરાષ્ટ્રીય સ્થળોએ નેટવર્ક કનેક્ટિવિટીમાં વધારો કર્યો છે. નવી એરલાઈન્સ પણ અમદાવાદથી સંચાલન કરવાનું પસંદ કરતી હોવાથી તેમાં સતત વધારો થઈ રહ્યો છે.

બેગેજ હેન્ડલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની પહેલ

સમયાંતરે મળેલા મુસાફરોના સૂચનોના આધારે છેલ્લા કેટલાક મહિનાઓથી બેગેજ સ્ક્રીનીંગ સિસ્ટમને અપગ્રેડ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરો અને હિતધારકોના સહયોગથી તે સિસ્ટમ એકીકરણ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત થશે. પેસેન્જરોની સુવિધા માટે પ્રોસેસિંગ સમયને વધુ અસરકારક બનાવવા માટે બેગેજ હેન્ડલિંગ સિસ્ટમને અપગ્રેડ કરવાની પહેલ કરવામાં આવી છે.

નવી સિસ્ટમ પ્રોસેસિંગ સમયને અસરકારક બનાવશે

નવી સિસ્ટમ માત્ર પ્રોસેસિંગ સમયને અસરકારક બનાવશે એટલું જ નહીં, પરંતુ સીમલેસ મુસાફરીના અનુભવમાં વધારો કરશે. બે નવા કેરોસલ્સ બેગેજ હેન્ડલિંગમાં સરળતા વધારશે. SVPI એરપોર્ટ પર તાજેતરમાં ડોમેસ્ટિક ડિપાર્ચરની બહાર નવી ડ્રોપ-ઓફ લેન શરૂ કરવામાં આવી છે. વળી નવા અરાઈવલ હોલનું કામ પૂર્ણતાના આરે હોવાથી તે ટૂંક સમય માં જ પેસેન્જર્સની સરળતા અને બહેતર અનુભવ માટે કાર્યરત થશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

થોડા દિવસ પહેલા સ્લીપીંગ પોડની સુવિધા ઉમેરાઈ

અમદાવાદ એરપોર્ટ ખાનગી કંપનીને સોંપ્યા બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાને લઈને અનેક બદલાવ કરવામાં આવ્યા તેમજ અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી. જેમાં વધુ એક સ્લીપીંગ પોડ સુવિધા ઉમેરાઈ રહી છે. અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને આરામદાયક સ્લીપીંગ પોડની સુવિધાનો લાભ મળે છે. જે એરિયાને જી- પોડ હોટલ એરિયા નામ આપવામાં આવ્યું. સામાન્ય રીતે આ પ્રકારની સુવિધા વિદેશી એરપોર્ટ પર જોવા મળતી હોય છે. જે સુવિધાનો લાભ અમદાવાદમાં મુસાફરોને મળે તે માટે પ્રયાસ હાથ ધરી અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ પર થોડા દિવસ પર જી પોડ હોટલ તૈયાર કરવામાં આવી હતી. જ્યાં બાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

Published On - 6:58 pm, Wed, 7 December 22

Next Article