Ahmedabad : માનવ તસ્કરીનો પ્રયાસનો મામલો, આયા બાદ માસ્ટર માઈન્ડની ધરપકડ

|

Aug 08, 2021 | 8:25 PM

ચાંદખેડા વિસ્તારમાં 11 વર્ષની બાળકીના માનવ તસ્કરીના પ્રયાસમાં ઝડપાયેલી આયા બિંદુ શર્મા બાદ મુખ્ય આરોપી પ્રશાંત કાંબલે પણ પોલીસની ગિરફતમાં આવ્યો છે.

Ahmedabad : માનવ તસ્કરીનો પ્રયાસનો મામલો, આયા બાદ માસ્ટર માઈન્ડની ધરપકડ
Mastermind arrested after attempted human trafficking case

Follow us on

Ahmedabad : ચાંદખેડા વિસ્તારમાં 11 વર્ષની બાળકીના માનવ તસ્કરીના પ્રયાસમાં ઝડપાયેલી આયા બિંદુ શર્મા બાદ મુખ્ય આરોપી પ્રશાંત કાંબલે પણ પોલીસની ગિરફતમાં આવ્યો છે. આરોપીએ 1 લાખ રૂપિયામાં માસૂમ બાળકીનો સોદો કર્યો હોવાનું ખુલ્યું છે.

ચાંદખેડા પોલીસની ગિરફતમાં દેખાતા આ શખ્સનું નામ છે પ્રશાંત કાંબલે. આ શખ્સ માનવ તસ્કરીના ગુનામાં ઝડપાયો છે, થોડા દિવસો પહેલા ચાંદખેડા વિસ્તારમાં એક દંપતીની દીકરીની આયા તરીકે કામ કરતી પશ્ચિમ બંગાળની મહિલાએ દંપતીની 11 માસની બાળકીને પોતાની બાળકી બતાવી પ્રશાંત કાંબલેની મદદથી પુણેના દંપતીને દત્તક આપવાનું કહીને સોદો કર્યો હતો.

જોકે પુણેના દંપતીને શંકા જતા ત્યાંની પોલીસને જાણ કરતા સમગ્ર મામલો ચાંદખેડા પોલીસ સુધી પહોંચ્યો હતો અને બાળકીને લઈને આયા ફરાર થાય તે પહેલાં જ તેની ધરપકડ કરાઈ હતી. ત્યારે આ ગુનામાં સામેલ મુખ્ય આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ગુનામાં મુંબઈની ઓનલાઈન આયા સર્વિસ આપતી કંપની હોમ કેર તેમજ પ્રશાંત કામલે હોવાનું ખુલ્યું હતું.ત્યારે પોલીસે તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આરોપીની પાસેથી બે મોબાઈલ ફોન પણ કબ્જે કર્યા છે.

ત્યારે પ્રાથમિક પૂછપરછમાં પ્રશાંત કાંબલે એ 1 લાખ રૂપિયામા અમદાવાદની બાળકીનો સોદો કર્યો હોવાનું સામે આવ્યું છે. મુખ્ય આરોપી પ્રશાંત કાબલે માનવ તસ્કરી કરી સોદો કર્યો હોવાનું સામે આવ્યુ છે.

માનવ તસ્કરી જેવા ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જ પોલીસની ગિરફતમાં આવી જતા તેની પૂછપરછમાં અનેક બાળકોની તસ્કરીનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.. ત્યારે પૂછપરછ બાદ સામે આવશે કે પ્રશાંત કાંબલે પોતે મુખ્ય આરોપી છે કે તેની પાછળ અન્ય કોઈ ગુનેગાર સામેલ છે કે કેમ આ કેસમાં અગાઉ પકડાયેલી બિંદુ શર્માના પતિ અમિત શર્માને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Article