Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ટાટા ગ્રુપની જાહેરાત, મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું આપશે વળતર, જુઓ Video

ટાટા ગ્રુપે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાની સહાય રકમ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત, ઘાયલોની સારવારનો સંપૂર્ણ ખર્ચ અને બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલના નિર્માણમાં સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

Breaking News : અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે ટાટા ગ્રુપની જાહેરાત, મૃતકોના પરિવારજનોને 1 કરોડ રૂપિયાનું આપશે વળતર, જુઓ Video
| Updated on: Jun 12, 2025 | 8:57 PM

અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું ડ્રીમલાઈનર વિમાન AI 171 અકસ્માતનો ભોગ બન્યું. આ વિમાનમાં 242 લોકો સવાર હતા. મળતી માહિતી મુજબ, આ વિમાન ટેકઓફ થયાના માત્ર પાંચ મિનિટ પછી જ ક્રેશ થયું.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને એક નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં લખ્યું છે કે, “એર ઇન્ડિયા ફ્લાઇટ 171 સાથે જોડાયેલી દુ:ખદ ઘટનાથી અમે ખૂબ જ દુઃખી છીએ. આ સમયે અમે જે દુઃખ અનુભવી રહ્યા છીએ તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતું નથી. અમારી સંવેદના અને પ્રાર્થના એવા પરિવારો સાથે છે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે અને ઘાયલ થયા છે.”

આ ઉપરાંત, ટાટા સન્સ દ્વારા વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે. વળતરની જાહેરાત કરતી વખતે, પોસ્ટમાં લખ્યું છે કે, “ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને ₹1 કરોડનું વળતર આપશે.

અમે ઘાયલોના તબીબી ખર્ચ પણ ઉઠાવીશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે. વધુમાં, અમે બીજે મેડિકલમાં હોસ્ટેલના નિર્માણમાં સહાય પૂરી પાડીશું. આ અકલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઉભા છીએ.”

અમદાવાદ પોલીસે 25 ઘાયલોની યાદી જાહેર કરી

અમદાવાદ પોલીસે વિમાન દુર્ઘટનામાં ઘાયલ થયેલા ૨૫ લોકોની યાદી જાહેર કરી છે. જેમાંથી કેટલાક મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે અને કેટલાક નજીકમાં રહેતા લોકો છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં વિમાન દુર્ઘટના સ્થળ પર પહોંચ્યા છે. તેઓ અકસ્માત અંગે માહિતી એકઠી કરી રહ્યા છે.

Published On - 8:27 pm, Thu, 12 June 25