અમદાવાદ: ટ્રાફિક પોલીસે નિયમોમાં ભંગ બદલ વાહનને LOCK કરી દીધું અને પછી જે બન્યું તેનો તમાશો જોવા લોકો એકઠા થયા

|

Jun 11, 2022 | 9:00 AM

અમદાવાદમાં લો ગાર્ડન (law- Garden)વિસ્તારમાં અયોગ્ય રીતે કાર પાર્ક કરીને ગયેલા ચાલકને  પાઠ ભણાવવા  પોલીસે કાર લોક કરી દીધી હતી, પરંતુ  કાર ચાલકે  દંડ ભર્યા બાદ લોક ન ખૂલતા સમસ્યા  સર્જાઈ હતી. 

અમદાવાદ: ટ્રાફિક પોલીસે નિયમોમાં ભંગ બદલ વાહનને LOCK કરી દીધું અને પછી જે બન્યું તેનો તમાશો જોવા લોકો એકઠા થયા
Ahmedabad: Lock done by traffic police, became a problem for him

Follow us on

અમદાવાદ (Ahmedabad)શહેરમાં ટ્રાફિકના નિયમોનું (Traffic Rules )પાલન થાય તે માટે ટ્રાફિક પોલીસ કાયદાની સમજ આપવા માટે કડક નિયમોનું પાલન કરે છે પરંતુ આમ કરવા જતાં ક્યારેક પોલીસે પોતે પણ મુશ્કેલીનો ભોગ બનવું પડે છે. આવી જ ઘટના શહેરના લો ગાર્ડન વિસ્તારમાં બની હતી. અમદાવાદમાં લો ગાર્ડન (law- Garden)વિસ્તારમાં અયોગ્ય રીતે કાર પાર્ક કરીને ગયેલા ચાલકને  પાઠ ભણાવવા  પોલીસે કાર લોક કરી દીધી હતી, પરંતુ  કાર ચાલકે  દંડ ભર્યા બાદ લોક ન ખૂલતા સમસ્યા  સર્જાઈ હતી.

લો ગાર્ડન વિસ્તારમાં એક કાર અયોગ્ય રીતે પાર્ક થયેલી હતી અને કાર માલિક તે સ્થળે નહોતો આથી પોલીસે તે કારને વિશેષ લોક મારી દીધું હતું. થોડીવાર બાદ જ્યારે ગાડી ચાલક આવ્યો ત્યારે તેણે ટ્રાફિક પોલીસે આપેલા નંબર પર ફોન કરીને દંડ ભરી દીધો હતો,પરંતુ ખરી તકલીફ પછી  શરૂ થઈ હતી કે પોલીસે મારેલું લોક પોલીસથી જ ખૂલતું જ  ન હતું . એક કલાકની  મહામહેનત બાદ પણ આ લોક ખૂલ્યું ન હતું અને સ્થાનિક લોકો ટ્રાફિક પોલીસની મદદે આવી ચઢ્યા હતા . આમ પોલીસે જ મારેલું લોક તેમના માટે સમસ્યાનું કારણ બન્યું હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ટ્રાફિક નિયમ પાલન માટે કરવામાં આવે છે વાહન લોક

અમદાવાદથી માંડીને ગુજરાતના અન્ય મહાનગરોમાં પણ ટ્રાફિકની સમસ્યા વધુન વધુ વકરતી જાય છે છે તત્યારે લોકોને ટ્રાફિકના નિયમની સમજણ આપવા તેમજ ટ્રાફિક જામ અટકાવવા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવતા હોય છે અને તેથી જ ભરચક વિસ્તારોમાં ગમે ત્યાં પાર્ક થયેલા વાહનો ટોઇંગ કરવામાં આવે છે અને ફોર વ્હિલરને વિશેષ તાળાથી લોક કરી દેવામાં આવે છે. જેથી વાહનલમાલિક દંડ ભરીને પોતાનું વાહન લઈ શકે. અને ભવિષ્યમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરે.

Published On - 7:49 am, Sat, 11 June 22

Next Article