અમદાવાદમાં તંત્રની પોલ ખુલ્લી પડી, નારોલમાં ઉબડ ખાબડ રસ્તાઓથી લોકો પરેશાન

|

Oct 17, 2021 | 10:46 AM

નારોલ વિસ્તારમાં વરસાદ બાદ રંગોલીનગર રોડ, તુલસીનગર, ઉમંગ ફ્લેટ રોડ સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા છે.સ્થાનિકોની રજૂઆતો કોર્પોરેશન સાંભળતુ નથી તેવો આક્ષેપ કરવામ આવી રહ્યો છે.

અમદાવાદના(Ahmedabad) નારોલ (Narol)વિસ્તારમાં બિસ્માર રસ્તાઓને(Poor Road)કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જ્યારે વરસાદ(Monsoon)બાદ રંગોલીનગર રોડ, તુલસીનગર, ઉમંગ ફ્લેટ રોડ સહિતના રસ્તાઓ પર મસમોટા ખાડાઓ પડ્યા છે.સ્થાનિકોની રજૂઆતો કોર્પોરેશન સાંભળતુ નથી તેવો આક્ષેપ કરવામ આવી રહ્યો છે. તો બીજી તરફ કોર્પોરેશનના રોડ અને બિલ્ડીંગ કમિટીના ચેરમેને રસ્તાઓ રીપેર કરાયા હોવાનું જણાવ્યું છે.

ગુજરાતમાં ચોમાસાએ વિધિવત રીતે વિદાય લીધી છે. જો કે ચોમાસામાં પડેલા વરસાદમાં અનેક રસ્તાઓ ધોવાઇ ગયા છે તેમજ અને રોડને નુકશાન પણ થયું છે. જો કે હવે આ રસ્તા સમારકામની કામગીરી ચાલી રહી છે. ત્યારે અનેક જગ્યા પર રસ્તા રીપેર થવાના તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે જ્યારે અનેક સ્થળોએ રસ્તા રીપેર ન થતાં લોકો પરેશાન થઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં વરસાદને કારણે રસ્તાઓ પર 30 હજારથી વધારે ખાડાઓ પડ્યા છે. વરસાદે વિરામ લેતા કોર્પોરેશન દ્વારા ખાડાઓ પુરવાની કવાયત શરૂ કરાઈ છે.નવરાત્રી સુધીમાં શહેરના રસ્તાઓમાં પડેલા તમામ ખાડાઓ પુરવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સૂચના આપી છે.

એક જ દિવસમાં ખાડાઓ પુરવા માટે 700 ટન હોટ મિક્સનો વપરાશ કરવામાં આવ્યો છે. જેમાં મોટા ખાડાઓ પડ્યા છે ત્યાં કપચી અને પથ્થરથી પુરાણ કરી રીપેર કરવામાં આવશે.જ્યાં પેચરથી કામ કરવાની જરૂર લાગશે ત્યાં જેટ પેચર મશીનથી રિસરફેશ કરવાની કામગીરી કરવામાં આવશે..

કોર્પોરેશન દ્વારા 1 જુલાઈથી 3 ઓક્ટોબર સુધી ત્રણ મહિનામાં 20,300 જેટલા ખાડાઓ પુરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.ત્રણ મહિનામાં ખાડાઓના પેચવર્ક માટે 20 હજાર ટન મટીરીયલનો ઉપયોગ કરવામાં આવ્યો.આ ઉપરાંત એપ્રિલ 2022 સુધીમાં 225 કિલોમીટરના રોડને રિસરફેસ કરવામાં આવશે.

આ પણ વાંચો :  ગુજરાતમાં ભાજપનું ઓબીસી કાર્ડ, આજે કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ અને મહેન્દ્ર મુંજપુરા સભા ગજવશે

આ પણ વાંચો : મહેસાણા : પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની રિયલ એસ્ટેટમાં અસર, મકાનોની કિંમત આસમાને પહોંચી

 

 

Published On - 10:41 am, Sun, 17 October 21

Next Video