Ahmedabad: એલ.ડી. કોલેજમાં NSUI ના વિદ્યાર્થી નેતાએ પ્રિન્સિપાલ ઉપર છૂટી ખુરશી ફેંકી, પ્રિન્સિપાલે નોંધાવી પોલીસ ફરિયાદ

|

Sep 26, 2022 | 6:18 PM

કોલેજના પ્રિન્સિપાલ ડો. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શરૂઆતથી જ  L.D આર્ટ્સ કોલેજમાં (L.D Arts College) તોફાન મચાવતા હોવાની ફરિયાદો અગાઉ આવી ચૂકી છે, પરંતુ માફી પત્ર આપીને છોડી દેવામાં આવ્યા હતા.

Ahmedabad: એલ.ડી. કોલેજમાં NSUI ના વિદ્યાર્થી નેતાએ પ્રિન્સિપાલ ઉપર છૂટી ખુરશી ફેંકી, પ્રિન્સિપાલે નોંધાવી પોલીસ ફરિયાદ
એલ.ડી આર્ટસ કોલેજમાં વિદ્યાર્થી નેતાની તોડફોડ

Follow us on

અમદાવાદમાં (Ahmedabad) L.D આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરીના મામલે પ્રિન્સિપાલે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન (Gujarat University Police Station) માં વિદ્યાર્થીઓએ કરેલી તોડફોડ મુદ્દે ફરિયાદ નોંધાવી હતી. કોલેજના પ્રિન્સિપાલ ડો. મહિપતસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ શરૂઆતથી જ  L.D આર્ટ્સ કોલેજમાં તોફાન મચાવતા હોવાની ફરિયાદો અગાઉ આવી ચૂકી છે, પરંતુ માફી પત્ર આપીને છોડી દેવામાં આવ્યા હતા. આ વખતે વિદ્યાર્થીઓએ હદ પાર કરીને મને જેમ તેમ બોલીને મારવાનો પ્રયત્ન કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓના કહેવા મુજબ-આ ત્રણેય વિદ્યાર્થીઓ છોકરીઓના ફોટા લઈને એકબીજાને ફોરવર્ડ કરતા હતા. કોલેજના ગ્રુપમાંથી નંબર લઈને ખરાબ મેસેજ કરતા હતા. છોકરીઓ રિક્ષામાં જાય ત્યારે તેમની પાછળ પાછળ જાય છે. ગર્લ્સ વૉશ રૂમમાં છોકરીઓના નામે ગાળો લખે છે.

કોલેજમાં દાદાગીરી કરનારા અને તોફાન મચાવનારા ત્રણેય વિદ્યાર્થીઓને L.D. આર્ટસના પ્રિન્સિપાલ (Principal) મહિપતસિંહ ચાવડાએ મળવા બોલાવ્યા હતા. ત્યારે દાદાગીરી કરતા ત્રણેય વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા હતા. અર્જુન રબારી નામના ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ સાથે વાતચીત કરતા કરતા ઉશેકરાઈને એક વિદ્યાર્થીની ઉભી હતી તેના માથા પરથી પોર્ટ છૂટો ફેંક્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ ઘટનાથી ડરેલી વિદ્યાર્થિની બહાર દોડી ગઈ હતી, ત્યારબાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યારબાદ તે દોડીને કેબિન બહાર જતો રહ્યો હતો. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી, પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી. ત્યારબાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા. L.D કોલેજમાં રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ સામે અનેક ફરિયાદો થઈ હતી. આ વિદ્યાર્થી નેતા NSUI નો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

આ વિદ્યાર્થિઓ સામે અન્ય વિદ્યાર્થીઓને હેરાન કરવા સહિતની ફરિયાદો હતી જેથી તેમને જુલાઈ મહિનામાં મળવા બોલાવ્યા હતા. ત્યારે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહીં થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ કલાસે છરી ફેરવીને ડરાવતા હતા. મહિલા અધ્યાપકોને ચાલુ કલાસે વર્ગખંડના દરવાજા બંધ કરી દેતા હતા. બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા અધ્યાપક ભણાવતા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાક NSUI સાથે જોડાયેલા છે. જેમાં અર્જુન રબારી L.D કોલેજનો ઉપપ્રમુખ છે.

Next Article