Ahmedabad : બેરોજગારી કારણે ચોરીનો શોર્ટકટ અપનાવ્યો, દિવાલમાં બાકોરું પાડી ચોરી કરતા બે લોકોની ધરપકડ કરી

|

Sep 08, 2022 | 7:42 PM

અમદાવાદના(Ahmedabad)બેરોજગારી કારણે મજૂરી ન મળતા બે યુવાનોએ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ચોરીનો (Theft)માર્ગ અપનાવ્યો હતો. જેમાં બંને યુવકો રીઢા ચોર બને અને અન્ય ચોરીઓ કરે તે પહેલાં જ પોલીસે બંને ને ઝડપી પાડ્યા છે

Ahmedabad : બેરોજગારી કારણે ચોરીનો શોર્ટકટ અપનાવ્યો, દિવાલમાં બાકોરું પાડી ચોરી કરતા બે લોકોની ધરપકડ કરી
Ahmedabad Khokhra Police Arrest Two Accused

Follow us on

અમદાવાદના(Ahmedabad)બેરોજગારી કારણે મજૂરી ન મળતા બે યુવાનોએ જરૂરિયાત પૂર્ણ કરવા માટે ચોરીનો (Theft)માર્ગ અપનાવ્યો હતો. જેમાં બંને યુવકો રીઢા ચોર બને અને અન્ય ચોરીઓ કરે તે પહેલાં જ પોલીસે બંને ને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓને ચોરીની ટેવ નહિં હોવાથી ઘરમાં ચોરી કરી ચોરીનો સમાન પેડલ રિક્ષા પર જાહેરમાં લઈ ગયા હતા. જેમાં ખોખરા પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીના નામ સુનિલ ઉર્ફે ડોગરો ચુનારા અને આઝાદ ઉર્ફે અજ્જુ રાવળ છે. આ આરોપી છુટક મજુરી કરી ગુજરાન ચલાવતા હતા. જોકે બેરોજગારીના કારણે પૈસા કમાવવાનો અન્ય રસ્તો નહિ મળતાં બંને યુવકોએ ચોરી કરી પૈસા કમાવવાનો સરળ રસ્તો પસંદ કર્યો.

આ બંને યુવકો ઘરફોડ ચોરી કરતા થયા અને બે જ દિવસમાં બે ગુનાને અંજામ આપ્યો હતો. તેમજ આરોપીએ શહેરના ખોખરા વિસ્તારમાં બે બંધ મકાનને ટાર્ગેટ કર્યો અને મકાનની દિવાલમાં બાકોરુ પાડી ઘરમાં રહેલા સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા. જોકે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા આરોપી ઝડપાઈ ગયા.

આ ઝડપાયેલા આરોપીની પુછપરછ કરતા સામે આવ્યુ કે તેઓ મજબુરીના મારે આરોપી બન્યા છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાથી તેઓ બેકાર હતા અને કોઈ રોજગારી મળી શકે તેમ ન હોવાથી તેઓ ચોરી ના રવાડે ચડ્યા હતા. જોકે આ ગુનામાં આરોપીનો મુખ્ય સાગરીત ફરાર છે, જેની પોલીસે સોધખોળ હાથ ધરી છે. ઉપરાંત આરોપી જે મશીન વડે દિવાલ બનાવતા હતા તેનો જ ઉપયોગ કરી ચોરી માટે દિવાલ તોડતા હોવાનુ સામે આવ્યુ છે. આરોપીઓને ચોરીની ટેવ નહિં હોવાથી ઘરમાં ચોરી કરી ચોરીનો સમાન પેડલ રિક્ષા પર જાહેરમાં લઈ ગયા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેમાં ખોખરા પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી અંગે પુછપરછ કરી ત્યારે આરોપી એ કબુલ્યુ કે જેલમાં જવાનો કે ચોરી કરવાનો કોઈ શોખ નથી પરંતુ જેલમાં બે સમયનુ જમવાનુ મળશે. બસ આજ આશયથી તેઓએ ગુનો કર્યો છે. પરંતુ ચોરીનો મુદ્દામાલ પણ ન વેંચી શક્યા નહિ અને પોલીસને હાથે ઝડપાઈ ગયા છે.

 

Next Article