અમદાવાદમાં તસ્કરો બેફામ, ચાંદખેડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી

અમદાવાદમાં તસ્કરો બેફામ, ચાંદખેડા વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં ચોરી

| Edited By: | Updated on: Nov 25, 2021 | 7:01 AM

ચાંદખેડા વિસ્તારના મુખ્ય રોડ પર આવેલી જ્વેલર્સની દુકાનમાં લોખંડની જાળી હોવાથી તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી 25 લાખથી વધુના દાગીના ચોરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદ(Ahmedabad) શહેરના ચાંદખેડા(Chandkheda)વિસ્તારના મુખ્ય રોડ પર આવેલી જ્વેલર્સની (Jewellers) દુકાનમાં ચોરી(Theft) થઇ છે. જેમાં જ્વેલર્સ શોપમાં લોખંડની જાળી હોવાથી તસ્કરો બાજુની દુકાનમાં ગયા અને બાકોરું પાડી 25 લાખથી વધુના દાગીના ચોરી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.

ચાંદખેડાના આઈઓસી રોડ પર આવેલા આ કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની હતી. સવારે પૂજાપાની દુકાનના માલિક આવ્યા તો દુકાનમાં બધું જ અસ્તવ્યસ્ત હતું.. પૂજાપાની દુકાનમાંથી બાજુની જ્વેલર્સની દુકાનમાં બાકોરું દેખાતા જ્વેલર્સના માલિકને ફોન કરી જાણ કરવામાં આવી હતી. ફોન કરતા જ જ્વેલર્સની દુકાનના માલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.

તસ્કરોએ એક સાથે બે દુકાનમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.. તસ્કરોએ બંને દુકાનો મળીને કુલ 25 લાખની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તસ્કરો સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા અને તેના લીધે જ હવે પોલીસને ચોર સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરવું પડશે. હાલ ફિંગરપ્રિન્ટ અને ડોગ સ્ક્વોડની મદદથી તસ્કરો સુધી પહોંચવાની તજવીજ ચાલી રહી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાગુ કરવાની માંગ, હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી

આ પણ વાંચો : VADODARA : દુષ્કર્મ અને અત્મહત્યા કેસમાં યુવતીની સંસ્થા ઓએસીસ સામે તપાસના આદેશ અપાયા

Published on: Nov 25, 2021 06:59 AM
Follow Us
Loading...
Unable to load recommendations.