Ahmedabad : ચિકનગુનિયા અને ડેન્ગ્યૂના કેસમાં વધારો, ઘરે-ઘરે માંદગીના ખાટલા

સિવિલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસની સ્થિતિ જોઇએ તો છેલ્લા 21 દિવસમાં ડેન્ગ્યુના 79 કેસ સામે આવ્યા છે. જયારે ચિકનગુનિયાના 24 કેસ અને મલેરિયાના 12 કેસ નોંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 9:42 AM

Ahmedabad : શહેરમાં મચ્છરજન્ય ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસ વધતાં ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલો, ક્લિનિકમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ વધ્યા છે. તેમાંય પશ્ચિમ વિસ્તારમાં ચિકનગુનિયા અને પૂર્વમાં ડેન્ગ્યુના કેસ વધુ જોવા મળે છે. હાલમાં ડબલ ઋતુના કારણે તાવ, શરદી, ખાંસીના પણ સંખ્યાબંધ કેસ નોંધાયા છે.

સિવિલ હોસ્પિટલની જ વાત કરીએ તો અહીં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસો સતત આવી રહ્યા છે. 21 દિવસમાં રોગચાળાના કેસોમાં ડેન્ગ્યુના 79, ચિકનગુનિયા 24, મલેરિયાના 12 કેસ નોંધાયા છે. પાછલા મહિના અને પાછલા વર્ષ કરતા આ વર્ષે કેસમાં ધરખમ વધારો છે. પાછલા વર્ષે આ મહિનામાં 80 કેસ હતા. જે આ વર્ષે 21 દિવસમાં જ 125 પર પહોંચ્યા છે. ઇનડોર કરતાં ઓપીડીના કેસમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિ માત્ર એક હોસ્પિટલની છે, એની પરથી સમજી શકાય એમ છે કે બાકીની હોસ્પિટલોના કેસો ઉમેરાય તો આંકડાઓ ક્યાં પહોંચશે.

સિવિલમાં મચ્છરજન્ય રોગચાળાના કેસની સ્થિતિ જોઇએ તો છેલ્લા 21 દિવસમાં ડેન્ગ્યુના 79 કેસ સામે આવ્યા છે. જયારે ચિકનગુનિયાના 24 કેસ અને મલેરિયાના 12 કેસ નોંધાયા છે. પાછલા વર્ષે આ મહિનામાં કુલ 80 કેસ નોંધાયા હતા. જયારે આ વર્ષે 21 દિવસમાં જ કેસ 125 પર પહોંચ્યા છે.

નોંધનીય છેકે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વાદળછાયું વાતાવરણ અને બબ્બે સિઝનનો અનુભવ થઇ રહ્યો છે. જેથી શહેરમાં રોગચાળાએ માથું ઉચક્યું છે. ત્યારે કોરોના મહામારીની વચ્ચે રોગચાળાએ માથું ઉચકતા આરોગ્ય તંત્રની કામગીરીને લઇને અનેક સવાલો લોકો કરી રહ્યાં છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">