Ahmedabad: યુવાધનને નશાને રવાડે ચડાવવાનો કારસો, ચાંદખેડામાં પાનના ગલ્લાઓમાંથી ઈ-સિગારેટનો જથ્થો પકડાયો

|

Sep 24, 2022 | 7:20 PM

Ahmedabad: શહેરમાં પહેલા ડ્રગ્સ અને હુક્કા બાદ હવે યુવાધનમાં ડ્રગ્સનું વ્યસન વધ્યુ છે. પોલીસે પાનના ગલ્લાઓમાંથી ઈ-સિગરેટનો જથ્થઓ પકડી પાડ્યો છે. SOGએ જૂદા જૂદા પાનના ગલ્લાઓ પરથી પ્રતિબંધિત ઈ-સિગરેટનો જથ્થો ઝડપી પાડ્યો છે.

Ahmedabad: યુવાધનને નશાને રવાડે ચડાવવાનો કારસો, ચાંદખેડામાં પાનના ગલ્લાઓમાંથી ઈ-સિગારેટનો જથ્થો પકડાયો
ઈ-સિગરેટ્સ વેચનારા આરોપી

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં પોલીસે યુવાધનને નશાના રવાડે ચડાવી બર્બાદ કરતા ડ્રગ્સ અને હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. જો કે હવે યુવાધનમાં ધીમે ધીમે ઈ-સિગારેટ (E Cigarettes) નું ચલણ પણ વધી રહ્યુ છે. અમદાવાદ SOGએ અલગ અલગ પાનના ગલ્લાઓ પરથી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે. શહેરમાં અનેક જગ્યાઓ પર ઈ-સિગારેટ વેચાઈ રહી છે. પોલીસે (Police) આવા પાનના ગલ્લાઓ પર રેડ કરી પ્રતિબંધિત ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરી છે.

ઈ-સિગરેટ વેચતા સરદારનગરના બે આરોપીઓની કરાઈ ધરપકડ

પોલીસે યુવાધનને બર્બાદ કરતા આવા નશાના સોદાગરોને ઝડપી લીધા છે. જેમા આરોપી સંયમ મરડિયા અને અજય નોટવાણી નામના બે આરોપીઓને પોતાની પાનની દુકાનમાં ઈ-સિગારેટ વેચતા હતા. આ બંને આરોપીઓના પાનના ગલ્લેથી લોકોને બે હજારથી પાંચ હજાર રૂપિયામાં ઈ-સિગારેટ મળતી હતી. SOGએ બાતમીને આધારે રેડ કરી ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે.

SOGએ બાતમી મળતા ચાંદખેડામાં આવેલા ક્રિજી ટાઉન પાન પાર્લર અને જ્યુસ વલ્ડ નામની દુકાનમાં રેડ કરી વિવિધ કંપનીની જુદી જુદી ફ્લેવરના ઇ સિગારેટ, લિકવિડ નિકોટીન રિફિલ તથા તેને લગતી ડિવાઇસ, ઇલેક્ટ્રિક રિફિલો મળી આવી હતી. આ તમામ ચીઝવસ્તુઓ પ્રતિબંધત હોવાનું સામે આવતા સંયમ મરડીયા અને અજય નોટવાણીની ધરપકડ કરી SOGએ ચાંદખેડા પોલીસને સોંપ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

SOG દ્વારા ઇ-સિગારેટ વેચાણ અને ખરીદીનું નેટવર્કની તપાસ કરતા ચાંદખેડામા ઈ-સિગારેટનો ધંધો ધમધમી રહયો હતો. પકડાયેલા આરોપી સંયમ મરડીયા અને અજય નોટવાણી સરદારનગરના રહેવાસી છે. આ આરોપીની પુછપરછમા મુંબઈના વસીમ નામના શખ્સનુ નામ સામે આવ્યુ છે. મહત્વનું છે કે ઇ-સિગારેટની ફ્લેવરમાં લિકવિડ નિકોટીન રહેલ છે અને તમામ ચાજિંગવાળા ઇલેક્ટ્રોનિક સિગારેટ હુક્કાની જેમ ઉપયોગ થતો હોય છે.

આ તમામ વસ્તુ ભારતમાં પ્રતિબંધિત હોવા છતાં નશાના વેપારીઓ તેનો ધધો કરી યુવાધનને બરબાદ કરી રહ્યા છે. ચાંદખેડા પોલીસે ધી પ્રોહીબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ્સ એક્ટ 2019ની કલમ 7, 8 મુજબ ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. આ બંને આરોપી કેટલા સમયથી ઈ-સિગારેટનો ધંધો કરતા હતા અને મુંબઈના વસીમ સિવાય અન્ય કોઈ વ્યકિત સંડોવાયેલુ છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી છે.

ઈ-સિગરેટના વેચાણમાં મુંબઈ કનેક્શન આવ્યુ સામે

પહેલા PCBએ રેડ કરી, બાદમાં DRI દ્વારા કેસ કરવામાં આવ્યો અને ફરી SOGએ રેડ કરતા આ માલ મુંબઈથી આવતો હોવાનું સામે આવ્યું છે. મુંબઈના વસીમ નામના વ્યક્તિએ માલ આપ્યો હોવાનું સામે આવતા તેણે અનેક વેપારીઓને આ ઇ-સિગારેટ આપી હોવાની આશંકા પણ સેવાઈ રહી છે. હાલ ઈ-સિગરેટમાં મુંબઈ કનેક્શન સામે આવતા પોલીસે આરોપીઓ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.

Next Article