રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી, ગુજરાતની આ હોસ્પિટલ 10 દિવસ સુધી કરશે મફત ઓપરેશન

માનવ સેવાના માધ્યમથી શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી અમવાદની હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે. 10 દિવસ સુધી મોંઘાદાટ ઓપરેશન ફ્રીમાં કલોલની આ હોસ્પિટલ કરાવશે. તમામ પ્રકારની સારવાર તદ્દન મફત કરવા અમદાવાદની આ હોસ્પિટલે ખાતરી આપી છે. જે લોકો માટે ખૂબ ઉપયોગી થશે. 

રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાની અનોખી ઉજવણી, ગુજરાતની આ હોસ્પિટલ 10 દિવસ સુધી કરશે મફત ઓપરેશન
Follow Us:
Maulik Mehta
| Edited By: | Updated on: Jan 22, 2024 | 6:26 PM

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઇ રહી છે. ત્યારે કલોલની સ્વામીનારાયમણ વિશ્વમમંગલ સંસ્થા દ્વારા લોકોના દર્દને દૂર કરવા 10 દિવસ સુધી તમામ પ્રકારની સારવાર મફત આપવામાં આવશે. જે ઓપરેશનના હજારો રૂપિયા થાય છે, મોટાભાગના તે ઓપરેશન અહિં મફત કરી આપવામાં આવશે. 10 દિવસ સુધી નિષ્ણાત તબીબો ખડેપગે રહેશે એટલું જ નહીં લાખોની રકમ આ સંસ્થાએ દર્દીઓની સારવાર માટે ફાળવી છે.

શ્રીરામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની પાવન અવસરે સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુલ કલોલ સંસ્થા દ્વારા સંચાલિક પી.એસ.એમ મલ્ટી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ અને સ્વામીનારાયમ મેડિકલ કોલેજ દ્વારા એક અનુકરણીય પહેલ કરવામાં આવી છે. જે અંતગર્ત હોસ્પિટલ ખાતે સળંગ 10 દિવસ સુધી એટલે કે તારીખ 22 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી 2024 સુધી સારવાર લેવા આવનાર તમામ દર્દીઓને ફ્રી સારવાર આપવામાં આવશે.

એટલું જ નહીં મોંઘાદાટ ઓપરેશન પણ એક રૂપિયાના ખર્ચ વગર કરી આપવામાં આવશે. સ્પેશ્યાલિસ્ટ -સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરો દ્વારા તમામ પ્રકારની સેવાઓ ઓપીડી, કન્સલ્ટેશન, ઓપરેશનો, પ્રસૃતિ, આઇ.સી.યુ ડાયાલીસીસ વગેરે તમામ સારવાર તદ્દન વિનામુલ્યે આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સંસ્થાના પ્રેસિડેન્ટ પૂ. સ્વામીશ્રી પ્રેમસ્વરૂપદાસજીના જણાવ્યા પ્રમાણે આ મહાઅભિયાનમાં કલોલ તથા આજુબાજુના દસ લાખ જેટલા લોકોને ઉચ્ચકક્ષાની આરોગ્ય સેવાનો વિના મુલ્યે લાભ આપીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પર્વને માનવ સેવાના માધ્યમથી ઉજવવામાં આવશે. જેમાં સંસ્થા દ્વાર જરૂરિયાતમંદ દર્દીઓની સેવા માટે 50 લાખ જેવી માતબર રકમ ફાળવશે.

આ તમામ સારવાર અમદાવાદના ખ્યાતનામ નિષ્ણાત ડોક્ટરો દ્વારા અપાશે. જેમાં યુરોલોજિસ્ટ, ન્યૂરો સર્જન, ઓર્થોપેડિક, ગાયનેક, પીડીયાટ્રીશન, આંખ, નાક-કાન, ગળા, ફીજીશીયન, ડેન્ટલ, માનસિક રોગો, ફિજયોશેરાપી વગેરે જેવી તમામ સ્પેશિયાલિટીનો સમાવેશ થશે.

અમદાવાદ-મહેસાણા હાઇવે સ્થિત સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરુકુળ કેમ્પસમાં 30 એકર વિસ્તારમાં સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા સંચાલિત વિશ્વની એકમાત્ર સ્વામિનારાયણ યુનિવર્સિટી કાર્યરત છે. જેમાં મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથીક, નર્સિંગ, ફિજીયોથેરાપી, એન્જીનીયરીંગ, મેનેજમેન્ટ વગેર જેવી કોલેજો દ્વારા 10,000 કરતા વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું શિક્ષણ પુર પાડવામાં આવે છે. સંસ્થાના વડા દ્વારા દર્દીઓને આ દસ દિવસ દરમિયાન મફત સારવાર લેવા પણ અપીલ કરાઇ છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">