Ahmedabad Rathyatra 2022 : બે દાયકાથી મુસ્લિમ સમાજની પરંપરા યથાવત, જગન્નાથ મંદિરને ચાંદીનો રથ અર્પણ, ફરી કોમી એકતાના થયા દર્શન

|

Jun 27, 2022 | 8:47 AM

મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મંદિર પહોંચીને મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.

Ahmedabad Rathyatra 2022 : બે દાયકાથી મુસ્લિમ સમાજની પરંપરા યથાવત, જગન્નાથ મંદિરને ચાંદીનો રથ અર્પણ, ફરી કોમી એકતાના થયા દર્શન
jagannath Rathyatra 2022

Follow us on

ફરી એકવાર અમદાવાદમાં(Ahmedabadજગન્નાથની રથયાત્રા(Jagannath Rathyatar)  પૂર્વે કોમી એકતાના દર્શન થયા છે.જમાલપુર મુસ્લિમ સમાજના લોકોએ સતત 22માં વર્ષે ભગવાન જગન્નાથજીને ચાંદીનો રથ અર્પણ કર્યો હતો.રથયાત્રામાં કોમી એકતા જળવાઈ રહે તે માટે મુસ્લિમ બિરાદરોએ જગન્નાથજી મંદિરને (jagannath Temple) ચાંદીના રથની ભેટ આપી હતી.મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ મંદિર પહોંચીને મહંત દિલીપદાસજીને ચાંદીનો રથ આપીને કોમી એકતાનો મેસેજ આપ્યો હતો.મહત્વનું છે કે,બે વર્ષ બાદ ભગવાન જગન્નાજીની 145મી રથયાત્રા(rathyatra 2022) નીકળશે.એવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં હિન્દુ -મુસ્લિમની એકતા જોવા મળી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા માટે લોખંડી સુરક્ષા વ્યવસ્થા(Ahmedabad Police)  ગોઠવવામાં આવી છે. કાયદો વ્યવસ્થા અંગે પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમ જાહેર કરાશે,  ત્યારે હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રખાશે. બંદોબસ્તમાં પેરા મિલિટરી સહિત SRP અને ચેતક કમાન્ડો પણ હશે. તો કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવવા ક્રાઇમબ્રાન્ચને મહત્વની જવાબદારી સોંપાઈ છે. ગુજરાત ATS અને ક્રાઇમબ્રાન્ચ શકમંદો પર બાજ નજર રાખશે.તેમજ અન્ય રાજ્યમાંથી આવેલા અમુક લોકોની હિલચાલ પર પણ નજર રાખવામાં આવશે.રથયાત્રાને પગલે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સતર્ક રહેશે.

Published On - 7:54 am, Mon, 27 June 22

Next Article