Ahmedabad: હાઈકોર્ટમાં ફાયર સેફટી મુદ્દે સુનાવણી, ફાયર NOC અને BU પરમિશન મામલે AMCની ઝાટકણી

|

Jun 11, 2021 | 5:56 PM

Ahmedabad: હાઈકોર્ટમાં અરજદારે કરેલી અરજી મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર NOC અને BU પરમિશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMCને વેધક સવાલો કરીને આડે હાથ લીધી હતી.

Ahmedabad: ગુજરાતમાં ફાયર સેફ્ટીની અમલવારી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ, જેમાં ફાયર NOC અને BU પરમિશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMC(Ahmedabad Municipal Corporation)ની ઝાટકણી કાઢી. હાઈકોર્ટમાં અરજદારે કરેલી અરજી મુદ્દે આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ફાયર NOC અને BU પરમિશન મામલે હાઈકોર્ટે રાજ્ય સરકાર અને AMCને વેધક સવાલો કરીને આડે હાથ લીધી હતી.

 

અરજદારની હાઈકોર્ટમાં રજૂઆત છે કે રહેણાક વિસ્તારથી 15 કિલોમીટર સુધી દુર ફેક્ટરીઓને (Factory)ફાયર સેફ્ટી NOC લેવાની જરૂરિયાત નથી, તેવું સરકારનું વલણ નેશનલ બિલ્ડિંગ કોડથી વિપરિત છે. આ માટે હાઈકોર્ટે એડવોકેટ જનરલને સીધો સવાલ કર્યો હતો કે જે ઈમારતો પાસે ફાયર NOC કે BU નથી એમની સામે શું પગલાં લઈ રહ્યાં છો, જવાબદાર અધિકારીઓ સામે શું પગલાં લેશો?

 

 

જ્યારે એડવોકેટ જનરલે (Advocate General) રજૂઆત કરી હતી કે આવી ઈમારતોની વીજળી, પાણી અને ગટરના કનેક્શન કાપવાના પગલાં લેવા સુધીની તૈયારી છે, પરંતુ BU (Building use Permission)ના હોય એવી બિલ્ડિંગ તોડી પાડવી કે સીલ કરવી પડે.

 

ઉપરાંત હાઈકોર્ટે કહ્યું હતું કે BUના હોય તો ફાયર NOC (No Objection Certificate)આપવાનો શું અર્થ?, આવી ઈમારતો સામે કામગીરી કેમ ના થઈ? તમે શા માટે હાઈકોર્ટના આદેશની અપેક્ષા રાખો છો? ફાયર NOC અને BU પરમિશન મામલે અલગ-અલગ કાર્યવાહી કેમ નહીં? સીલિંગની કાર્યવાહી પછી શું? આવા સવાલો સાથે હાઈકોર્ટે સૂચન કર્યું કે ઠોસ પગલાં લેવાની જરૂર છે.

 

મહત્વપૂર્ણ છે કે, હાઈકોર્ટના સવાલ સામે અમદાવાદ કોર્પોરેશને કબૂલાત કરી હતી કે હાલની સ્થિતિ તેમના કારણે જ ઉભી થઈ છે અને હાઈકોર્ટ પાસે વધારે સમયની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટે રાજ્ય સરકાર(State Government) અને કોર્પોરેશનને ચાર અઠવાડીયાનો સમય આપ્યો છે, જ્યારે હાઈકોર્ટે નક્કી સમયગાળામાં કામગીરી પૂર્ણ કરવા રાજ્ય સરકાર અને AMCને આદેશ કર્યો છે.

 

આ પણ વાંચો: Ahmedabad: BU પરમિશનના નિયમો સામે ઉભા થયા અનેક સવાલો, એક જ બિલ્ડિંગમાં બિયુ મામલે અલગ અલગ ધારાધોરણોથી વેપારીઓ મૂંઝાયા

Next Video