Ahmedabad : પૂર્વ વિસ્તારમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, હાટકેશ્વર બેટમાં ફેરવાયું, બાઈક ચાલકનું કરંટ લાગતાં મોત

|

Jul 23, 2022 | 11:02 PM

અમદાવાદના(Ahmedabad) ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા ત્રિપદા સોસાયટી મધુવન સોસાયટી પાસે ગોર નો કૂવો ખાતે એક ઈસમ રણજીત પ્રજાપતિ રહે. હરિ દર્શન સોસાયટીને કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો

અમદાવાદ(Ahmedabad)  શહેરના પૂર્વ વિસ્તારમાં મોડી સાંજે પડેલા ભારે વરસાદના(Rain)  લીધે અનેક સ્થળોએ જળબંબાકારની (Waterlogging) સ્થિતિ જોવા મળી છે. જેમાં શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તેમજ ભારે વરસાદના પગલે હાટકેશ્વર વિસ્તાર બેટમાં ફેરવાયું છે. જેના લીધે ખોખરા સકઁલ થી સીટીએમ સુધીના માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી છે. તેમજ આજ રોજ આશરે સાડા આઠેક વાગ્યાના સુમારે ખોખરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાતા ત્રિપદા સોસાયટી મધુવન સોસાયટી પાસે ગોર નો કૂવો ખાતે એક ઈસમ રણજીત પ્રજાપતિ રહે. હરિ દર્શન સોસાયટીને કરંટ લાગતા સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જો કે તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.  જો કે આ ઘટના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ટોરેન્ટ પાવરને જાણ કરી હતી.

જ્યારે આ ઉપરાંત ખોખરાના તમામ વિસ્તારોમા પાણી ભરાયા છે. તેમજ કેનાલ નજીક નીચાણવાળી અનેક સોસાયટીઓમા પાણી ભરાયા છે. જ્યારે ખોખરાના આઈ શ્રી ખોડિયાર મંદિર(વાવ) મા વરસાદી પાણી ભરાતા સમગ્ર વાવનું સકુંલ પાણીમા ગરકાવ થયું છે. જેમાં મંદિર સત્તાવાળા ઓએ પંપ વડે પાણી ઉલેચવા નું શરુ કર્યું છે.

પાંચ દિવસ વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગનું માનીયે તો આજથી રાજ્યમાં ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણામાં ભારે વરસાદ રહેશે, તો અમદાવાદ અને ગાંધીનગર પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં 24 જુલાઈએ અતિભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. 26 જુલાઈથી વરસાદનું પ્રમાણ ઓછું થશે, કેટલાક સ્થળે સામાન્ય વરસાદ રહેશે.

 

Published On - 10:52 pm, Sat, 23 July 22

Next Video