Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ, સવારે 9 વાગ્યાથી પરીક્ષા શરૂ

|

Jul 06, 2021 | 11:57 AM

ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બીએ, બીકોમ, બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા યોજાઇ છે. સાથે જ બીબીએ-બીસીએ સેમ-1ની પરીક્ષા પણ યોજાઇ રહી છે.

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ, સવારે 9 વાગ્યાથી પરીક્ષા શરૂ
ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાનો પ્રારંભ

Follow us on

Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં બીએ, બીકોમ, બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષા યોજાઇ છે. સાથે જ બીબીએ-બીસીએ સેમ-1ની પરીક્ષા પણ યોજાઇ રહી છે. કુલ 25 હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. 100થી વધારે સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. એક બ્લોકમાં 15 વિદ્યાર્થીઓ જ આ પરીક્ષા આપી શકશે. સવારે 9થી 11 અને 12થી 2 બે સેશનમાં પરીક્ષા લેવાઇ રહી છે.

ગુજરાત યુનિવર્સિટીની બીએ, બીકોમ, બીએસસી, બીબીએ-બીસીએ, બીએડ સહિતની સેમેસ્ટર-1ની ઓફલાઇન પરીક્ષાનો પ્રારંભ થયો છે. કોરોના મહામારીને કારણે દરરોજ બે સેશનમાં પરીક્ષા યોજવામાં આવશે. સવારે 9થી 11 અને બપોરે 12થી 2 દરમ્યાન અલગ અલગ વિદ્યાશાખાની સેમેસ્ટર 1ની પરીક્ષા લેવાશે. 25 હજાર વિદ્યાર્થીઓ ઓફલાઇન પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં 100થી વધારે સેન્ટરો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પરીક્ષાનું આયોજન માર્ચમાં કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની બીજી લહેરને કારણે એક પેપર લેવાયા બાદ પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. ત્યાર બાદ યુનિવર્સિટી દ્વાર વિદ્યાર્થીઓને ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો.જેમાં 66 હજાર માંથી 41 હજાર વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષા આપી હતી અને ઓફલાઇન પરીક્ષા આપવા ઇચ્છતા 25 હજાર વિદ્યાર્થીએ પરીક્ષા આપી નહોતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

કોરોનાની ગાઈડલાઈન મુજબ સોસીયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એક બેન્ચ પર એક વિદ્યાર્થીને બેસાડી પરીક્ષા લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં એન્ટ્રી આપતી વખતે સેનીટાઇઝર અને થર્મલ ગનથી ટેમ્પ્રેશર માપવામાં આવ્યું હતું.

પરીક્ષા સમય પહેલા પરીક્ષા સેન્ટરો બહાર વિદ્યાર્થીઓની ભારે ભીડ અને ટોળા ઉમટી પડયા હતા… પરીક્ષા સેન્ટર બહાર સોસીયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનના લીરા ઉડ્યા હતા. પરીક્ષા સેન્ટરોની બહાર ઉમટેલી વિદ્યાર્થીઓની ભીડ કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે.

 

 

Published On - 11:00 am, Tue, 6 July 21

Next Article