Ahmedabad : કોર્પોરેશન બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે ગેરકાયદે બાંધકામ અંગે લાલ આંખ કરી, રહિશોને નોટિસ ફટકારી

|

May 07, 2022 | 6:07 PM

ગુજરાત હાઉસિંગ બોર્ડમાં(Gujarat Housing Board) દરેક વિસ્તારમાં 1 લાખ ઉપર મકાન આવેલા છે. જેમાં 80 હજાર મકાનને નોટિસ મળવાની શક્યતાઓ છે. જેમાં 6 હજાર મકાનોને નોટિસ આપી દેવાઈ છે અને તે પણ બાય પોસ્ટ નોટિસ અપાઈ રહી છે. તો 12 હજાર મકાન એવા છે કે જે મકાનમાં લોકો રહે છે પણ તેઓ નાણાં ભરી નથી શક્યા

Ahmedabad : કોર્પોરેશન બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે ગેરકાયદે બાંધકામ અંગે લાલ આંખ કરી, રહિશોને નોટિસ ફટકારી
Gujarat Housing Board(File Image)

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં વસ્તી અને વિસ્તારનો વ્યાપ વધી રહ્યો છે. જેની સાથે ગેરકાયદેસર બાંધકામ(Illegal Construction)પણ વધી રહ્યા છે. જેને લઈને શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પણ વધી છે. ત્યારે આ સમસ્યા દૂર કરવા માટે કોર્પોરેશન તંત્ર હરકતમાં આવ્યું છે. કોરોના બાદ ફરી એકવાર ગેરકાયદે બાંધકામ દૂર કરવા  કાર્યવાહી  હાથ ધરી. તો હવે હાઉસિંગ બોર્ડ પર એક્શન માં આવ્યું છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ (Gujarat Housing Board)એક મહિનામાં એક બે નહિ પણ 6 હજાર મકાનોને ગેરકાયદેસર બાંધકામ તેમના ખર્ચે દૂર કરવા નોટિસ આપી છે. જેને લઈને નોટિસ મળનાર  રહીશો અને તેની આસપાસના લોકો મૂંઝવણમાં મુકાયા છે. તેમજ કેટલાક લોકોમાં નારાજગી વ્યાપી છે. કેમ કે સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદે બાંધકામ દૂર કરતા લોકોના ધંધા ભાંગી પડે તેમજ રહીશોના મકાન તૂટે તો રહે ક્યાં તેવા સવાલ ઉભા કર્યા છે. તો આટલા વર્ષે કેમ નોટિસ ઈશ્યુ કરાઈ તેવા પ્રશ્નો ઉભા કરી યોગ્ય નિકાલ લાવવા સ્થાનિકોએ માંગ કરી છે.

જેમાં મળતી માહિતી પ્રમાણે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં દરેક વિસ્તારમાં 1 લાખ ઉપર મકાન આવેલા છે. જેમાં 80 હજાર મકાનને નોટિસ મળવાની શક્યતાઓ છે. જેમાં 6 હજાર મકાનોને નોટિસ આપી દેવાઈ છે અને તે પણ બાય પોસ્ટ નોટિસ અપાઈ રહી છે. તો 12 હજાર મકાન એવા છે કે જે મકાનમાં લોકો રહે છે પણ તેઓ નાણાં ભરી નથી શક્યા તેમજ દસ્તાવેજ નથી થયા. જેઓની સામે પણ ગુજરાત હાઉસિંગ બોર્ડ પ્રક્રિયા હાથ ધરી છે. જેને લઈને સ્થાનિકોએ તંત્ર પર આક્ષેપ કર્યા છે.

હાલ તો ઉપરી અધિકારીના આદેશ હેઠળ એક મહિનાથી હાઉસિંગ બોર્ડના મકાનોમાં ગેરકાયદે બાંધકામ સામે નોટિસ ઈશ્યુ કરાઈ કાર્યવાહી હાથ ધરાઈ છે. તો આગામી દિવસમાં અન્ય નોટિસ પણ લોકોને મળી શકે છે. અથવા તો ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ચાલી શકે છે. ત્યારે વર્ષોથી એક સ્થળે રહેતા લોકોએ પણ આ પ્રક્રિયા સામે વાંધો ઉઠાવ્યો છે. અને યોગ્ય પ્રક્રિયા સાથે ન્યાય માટે માંગ કરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અમદાવાદ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી સરકારી પ્લોટ પર કરવામાં આવેલા દબાણને દૂર કરીને જમીનને ખુલ્લી કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમજ અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામ કરનારા લોકોને પણ દબાણ દૂર કરવા નોટિસ આપવામાં આવી રહી છે. તેમજ સમય મર્યાદાના દબાણ દૂર ન કરનારા સ્થળો પર કોર્પોરેશન કાર્યવાહી કરીને દબાણ દૂર કરી રહ્યું છે.

Published On - 6:24 pm, Thu, 5 May 22

Next Article