Ahmedabad: સરકારી સોલા હોસ્પિટલમાં સમસ્યાઓની ભરમાર ! પાણી જેવી પાયાની સુવિધાનો પણ અભાવ

|

May 30, 2022 | 4:58 PM

અમદાવાદમાં (Ahmedabad) સરકારી હોસ્પિટલમાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે. સોલા હોસ્પિટલમાં (Sola Hospital) પાયાની સુવિધાનો પણ અભાવ છે. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પાણી માટે લોકો તરસી રહ્યા છે.

Ahmedabad: સરકારી સોલા હોસ્પિટલમાં સમસ્યાઓની ભરમાર ! પાણી જેવી પાયાની સુવિધાનો પણ અભાવ
Sola civil Hospital water Problems

Follow us on

લોકોને સરકારી હોસ્પિટલમાં (Government Hospital) તમામ પ્રકારની સગવડ મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે, પણ અમદાવાદમાં (Ahmedabad) આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં (Sola civil Hospital) તો પાણી જેવી સાવ પાયાની જ સુવિધાનો જ અભાવ છે. ચિંતા તો એ વાતની છે કે આ ધાંધીયાના કારણે દર્દી અને તેમના પરિવારજનો હાલ તો ભર ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. ત્યારે સરકારી હોસ્પિટલના તંત્ર દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવે તે જરુરી છે.

ઠંડા પાણી માટે તરસી રહ્યા છે લોકો

અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં સમસ્યાઓની ભરમાર જોવા મળી રહી છે. સોલા હોસ્પિટલમાં પાયાની સુવિધાનો પણ અભાવ છે. કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પાણી માટે લોકો તરસી રહ્યા છે. જો તમે અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જવા ઈચ્છો તો પોતાની સાથે ઠંડુ પાણી લઈને જજો. આવું એટલા માટે કહેવાઈ રહ્યું છે, કેમકે સોલા સિવિલ હોસ્પિટલમાં કાળઝાળ ગરમી વચ્ચે ઠંડા પાણીની સુવિધાનો અભાવ છે. એકતરફ સરકાર હોસ્પિટલને આધુનિક બનાવી રહી છે પણ સોલા સિવિલ હોસ્પિટલમાં ગરમી વચ્ચે રાહત આપતા ઠંડા પાણીની સમસ્યા હજી સુધી યથાવત છે. મજબૂરી એવી છે કે દર્દીઓ અને દર્દીના પરિજનોને ગરમ પાણી પીને જ કામ ચલાવવું પડે છે.

કૂલર કનેક્શન વગર ખાઇ રહ્યા છે ધૂળ

સોલા હોસ્પિટલમાં દર્દીઓને અગવડ ન પડે માટે ડોનેશનમાં કૂલર આપવામાં આવ્યા છે. પરંતુ બહાર પડેલા કૂલર કનેક્શન વગર ધૂળ ખાઈ રહ્યા છે. તો હોસ્પિટલના RMO પણ એ સ્વીકારી રહ્યા છે કે દરેક ફ્લોર પર પીવાના પાણીના કૂલર છે પરંતુ બધી જગ્યાએ કૂલરની વ્યવસ્થા થઈ રહી નથી

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સોલા સિવિલ હોસ્પિટલમાં રાજ્યભરમાંથી દર્દી અને તેમના પરિજનો આવે છે. જેમાં ગરીબ વર્ગ વધુ હોય છે. જેઓને બહારથી પાણીની બોટલ લેવાનું પણ પોષાય નહીં. જેથી આવા દર્દીના પરિજનોને કાળઝાળ ગરમીમાં ગરમ પાણી પીવું પડી રહ્યું છે. ત્યારે હોસ્પિટલમાં પાયાની સુવિધા ક્યારે મળી રહેશે તે સવાલ છે. હોસ્પિટલને આધુનિક બનાવવાની વાત ચાલી રહી છે ત્યારે હાલ તો લોકોને ઠંડા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે તે વધુ જરૂરી લાગી રહ્યું છે.

Next Article