Ahmedabad : લંડનની ફ્લાઇટમાં નકલી પાસપોર્ટથી મુસાફરીનો પ્રયાસ કરનાર યુવતીની ધરપકડ કરાઇ

|

Dec 03, 2022 | 8:20 PM

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટમાં નકલી પાસપોર્ટના આધારે મુસાફરીનો પ્રયાસ કરનાર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરની યુવતી નકલી પાસપોર્ટના આધારે લંડન જવાનો પ્રયાસ કરી રહી હતી.આવી જ રીતે નકલી પાસપોર્ટ આધારે પકડાયેલ યુવતીના બે ખોટા ભાઈઓ મુંબઈથી લંડન જવાનો પ્રયાસ કરતા હતા

Ahmedabad : લંડનની ફ્લાઇટમાં નકલી પાસપોર્ટથી મુસાફરીનો પ્રયાસ કરનાર યુવતીની ધરપકડ કરાઇ
Ahmedabad Fake Passport Culprit Arrested

Follow us on

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જતી ફ્લાઈટમાં નકલી પાસપોર્ટના આધારે મુસાફરીનો પ્રયાસ કરનાર યુવતીની ધરપકડ કરવામાં આવી છે. પોરબંદરની યુવતી નકલી પાસપોર્ટના આધારે લંડન જવાનો પ્રયાસ કરી રહી હતી.આવી જ રીતે નકલી પાસપોર્ટ આધારે પકડાયેલ યુવતીના બે ખોટા ભાઈઓ મુંબઈથી લંડન જવાનો પ્રયાસ કરતા હતા.ઈમીગ્રેશન વિભાગ એ યુવતી સહિત ત્રણે લોકોને પકડી લીધા છે..જેમાં પોલીસ તપાસમાં દમણના એક એજન્ટે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.

અમદાવાદ એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગ ચેકિંગ કરી રહ્યું હતું, તે દરમિયાન એક યુવતી પાસે ઈ- કેટેગરીનો પાસપોર્ટ મળ્યો હતો, જે પાસપોર્ટ ઓછું ભણેલા હોય તેઓને આપવામાં આવતું હોય, જેથી યુવતીનું આધારકાર્ડ તપાસ કરતા તેમાં તેનું નામ અંજના કિરણ અને તે મહારાષ્ટ્રની હોવાનું લખેલું હતું, પરંતુ આધારકાર્ડમાં અક્ષરો નાના તેમજ ફોટો તાજેતરમાં લગાવેલો હોવાની આશંકા જતા ઈમિગ્રેશન વિભાગએ આધારકાર્ડ સ્કેન કર્યું હતું, જેમાં ક્યુઆર કોડ સ્કેન ન થતા પાસપોર્ટને સિસ્ટમમાં તપાસ કરતા પાસપોર્ટ એફઆરઆરઓ મુંબઈ તરફથી એલઓસી ઓપન કરતાં જેમાં નામ, જન્મ તારીખ ખોટી હોવાનું અને બોગસ પાસપોર્ટ હોવાનું સામે આવ્યું હતું..યુવતી પાસેથી બીજું આઈડી પ્રૂફ માંગતા તેણે મોબાઇલમાં પોતાનો પોર્ટુગીઝ પાસપોર્ટ બતાવ્યો હતો.

પકડાયેલ યુવતીનો નકલી પાસપોર્ટ અંજના કિરણ નામનો બનાવ્યો હતો.જેમાં પિતા તરીકે કિરણ ગુરિયા નામ હતું..જેની તપાસ કરતા કિરણ ગુરિયા માનચેસ્ટર બ્રિટનમાં રહે છે અને અંજના તેની દીકરી તરીકે નકલી પાસપોર્ટ બનાવ્યો હતો.એવી જ રીતે કિરણ ગુરિયાના ખોટા નામના બે દીકરા પાસપોર્ટ બનાવ્યો હતો.જેમાં દેવા લીલા ઓડેદરા અને કાંધલ આજા મોઢવાડીયા નામના નકલી પાસપોર્ટ આધારે મુંબઈથી લંડન જઈ રહ્યા હતા.જે ઇમિગ્રેશન વિભાગે ધ્યાન પર આવતા બંને લોકોને પકડી કાર્યવાહી કરી છે.નોંધનીય છે કે પિતા તરીકે ઉલ્લેખ કરનારા કિરણ ગુરિયા તપાસ કરતા તેને બે દીકરા છે જે પોતાની સાથે રહે છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

પોલીસ તપાસમાં નકલી પાસપોર્ટ દમણના એજન્ટ શહેઝાદે 50 લાખમાં બનાવી આપ્યો હોવાનું સામે આવ્યું છે, આ સમગ્ર મામલે પકડાયેલી યુવતીને એરપોર્ટ પોલીસને સોંપતા એરપોર્ટ પોલીસે સમગ્ર મામલાની તપાસ એસઓજીને સોંપી હતી. યુવતીનું નામ ખુટી હોવાનું ખુલ્યું છે,સાથે જ મુંબઈ થી પકડાયેલ બે લોકો પણ દમણના એજન્ટે મોકલ્યા હતા..હાલ એસઓજીએ યુવતીને જુડીશ્યલ કસ્ટડીમાં મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Article