Ahmedabad: મોજશોખ માટે એક્ટિવા ચોરી કરતી ગેંગ ઝડપાઇ, અનેક ચોરીઓનો ભેદ ઉકેલાયો

|

Jan 28, 2023 | 9:49 PM

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા સમય થી બાઈક ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે એક બાઈક ચોર ગેંગને પકડી પાડી છે. પોલીસને બાતમીના આધારે ત્રીપલ સવારીમાં નીકળેલા ત્રણ યુવકોને રોકી પૂછપરછ કરી હતી. જેમાં તેમની પાસે બાઈકના કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નહિ જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં બાઈક ચોરીની હોવાનું સામે આવ્યું હતું

Ahmedabad: મોજશોખ માટે એક્ટિવા ચોરી કરતી ગેંગ ઝડપાઇ, અનેક ચોરીઓનો ભેદ ઉકેલાયો
Ahmedabad Activa Theft Gang Arrested

Follow us on

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા થોડા સમય થી બાઈક ચોરીની ઘટના સામે આવી છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે એક બાઈક ચોર ગેંગને પકડી પાડી છે. પોલીસને બાતમીના આધારે ત્રિપલ સવારીમાં નીકળેલા ત્રણ યુવકોને રોકી પૂછપરછ કરી હતી. જેમાં તેમની પાસે બાઈકના કોઈ ડોક્યુમેન્ટ મળ્યા નહિ જેથી પોલીસે વધુ પૂછપરછ કરતાં બાઈક ચોરીની હોવાનું સામે આવ્યું હતું. જોકે પોલીસે ત્રેનય યુવકો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ત્રણેય યુવકોની પૂછપરછ કરતાં ચોકાવનારી વિગતો સામે આવી હતી.

એક્ટિવા ચાલવામાં યોગ્ય રહે એટલે માટે  એક્ટિવાની જ ચોરી કરતા

બાઈક ચોરીને અંજામ આપનાર ત્રણ યુવકો માંથી બે યુવકો તો સગીર વયના છે અને બંને મિત્રો છે. આ બંને યુવકો પૂર્વ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પરથી પાર્ક પરેલા વાહનો અને ખાસ કરીને એક્ટિવા ની ચોરી કરતા હતાં. એક્ટિવાનું લોક ડુપ્લીકેટ ચાવીથી ખોલવા સરળતા રહે અને બંને સગીર હોવાથી એક્ટિવા ચાલવામાં યોગ્ય રહે એટલે માટે પણ તેવો એક્ટિવા ની જ ચોરી કરતા હતા. બંને સગીરા પોતાના મોજશોખ માટે બાઈક ચોરી કરતા હતા અને એકાદ મહિનો ચોરીની બાઇકમાં શહેરમાં ફરતાં હતાં અને બાદમાં ત્રીજા આરોપી એટલેકે રોહિતને તે બાઈક વેચવા માટે આપી દેતા હતા.

નિકોલ વિસ્તારમાં થયેલી સાત બાઈક ચોરીનો ભેદ ઉકેલી લીધો

જો બંને સગીરને ચોરીનું બાઈક વેચવું નો હોય તો તે ગમે તે જગ્યાએ મૂકીને ચાલ્યા જતા હતા અને નવું બાઈક ચોરી કરતા હતા. બંને સગીર મિત્રો અને રોહિતે છેલ્લા એક બે મહિનાથી જ બાઈક ચોરીઓ શરૂ કરી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ પૂછપરછમાં રોહિત પાસે છ એક્ટિવા ચોરી કરેલા હોવાનું પણ કબૂલ કર્યું છે. જેથી પોલીસે કૃષ્ણનગર  વિસ્તાર અને નિકોલ વિસ્તારમાં થયેલી સાત બાઈક ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. જોકે પોલીસને શંકા છે કે હજી પણ આ ગેંગ દ્વારા વધુ વાહનોની ચોરી. કરી હોય શકે છે જેને આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

આ પણ વાંચો : સુરતમાં બેફામ સિટી બસનો કહેર, 25 વર્ષની યુવતીના પગ પર પૈડા ફરી વળતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Published On - 9:46 pm, Sat, 28 January 23

Next Article