Ahmedabad : અસલી દાગીના લઈ નકલી દાગીના પધરાવતી ટોળકી સક્રિય, સમગ્ર ઘટના જ્વેલર્સ સીસીટીવીમાં કેદ

|

Sep 01, 2022 | 6:46 PM

અમદાવાદ(Ahmedabad)શહેરમાં અસલી દાગીના લઈ નકલી દાગીના પધરાવતી ટોળકી સક્રિય બની છે. તેમજ આ સમગ્ર ઘટના કૃષ્ણનગરના એક જ્વેલર્સના(Jewellers)સીસીટીવીમાં કેદ થઈ છે.

Ahmedabad : અસલી દાગીના લઈ નકલી દાગીના પધરાવતી ટોળકી સક્રિય, સમગ્ર ઘટના જ્વેલર્સ સીસીટીવીમાં કેદ
Ahmedabad Jewellars Fraud

Follow us on

અમદાવાદ(Ahmedabad)શહેરમાં અસલી દાગીના લઈ નકલી દાગીના પધરાવતી ટોળકી સક્રિય બની છે. તેમજ આ સમગ્ર ઘટના કૃષ્ણનગરના એક જ્વેલર્સના(Jewellers)સીસીટીવીમાં કેદ થઈ છે. તેમજ જેના આધારે પોલીસે ફરિયાદ નોંધીને છેતરપિંડી (Fraud)કરતી ટોળકીને પકડવા પ્રયાસો હાથ ધર્યા છે. આમ તો જવેલર્સની દુકાનોમાં અનેક રીતે ઠગ ટોળકીઓ સક્રિય બની દુકાનદારોને છેતરી જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે અમદાવાદનાં કૃષ્ણનગરમાં એક મહિલા જવેલર્સની દુકાનમાં જઈ ને ડુપ્લીકેટ ઘરેણાં આપી તેની સામે નવા ઘરેણાં લઈ જતી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગત તારીખ 31 ઓગસ્ટના સવારના સમયે જગદંબા જવેલર્સની દુકાન માં પીળી ધાતુની સોના જેવી લક્કી લઈને એક મહિલા વેચવા માટે આવી હતી અને તે લક્કી જોતા આશરે 14 ગ્રામની હતી. જોકે આ મહિલાને જોતા દુકાન નાં સ્ટાફને શંકા ગઈ હતી અને અગાઉ પણ આ મહિલા બુટ્ટી વેચવા આવી હતી. તે બુટ્ટી ની સામે નવી બુટ્ટી લઈ ગઈ હતી. જોકે મહિલા દ્વારા આપવામાં આવેલી બુટ્ટી ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું હતું.

ત્યારે આ જ મહિલા ફરીથી લક્કી લઇને આવી હતી. સ્ટાફને શંકા જતા તેને માલિકને દુકાને બોલાવ્ય હતા અને મહિલાને જણાવ્યું કે મારા શેઠ દુકાને આવે ત્યાં સુધી રાહ જોવો. જ્વેલર્સના માલિક દુકાન પર આવતા મહિલાને લક્કી ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું જેમાં લક્કી ડુપ્લીકેટ હોવાનું સામે આવ્યું. લકકી ડુપ્લીકેટ હોવાનું કહેતા મહિલા ત્યાંથી નાસી ચૂકી હતી. જ્વેલર્સના સ્ટાફ દ્વારા કૃષ્ણનગરમાં સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ દુકાનમાં નવ માણસો નોકરી કરે છે. દુકાનમાં દોઢ બે મહિના અગાઉ એક મહિલા આવેલ હતા અને સોનાની બુટ્ટી બે નંગ જેનો વજન આશરે સાત ગ્રામની બનાવેલી હતી. મહિલાને તેની બુટ્ટી આપીને સામે બુટી લેવાની છે તેવું કહીને 21500 રૂપિયામાં તે મહિલા પાસેથી જૂની બુટી લઇ સામે નવી બુટ્ટી આપી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ સમયે મહિલાએ તેનું નામ નીશાદેવી જણાવ્યું હતું. તે સમયે મહિલા બુટ્ટી આપી સામે બુટ્ટી લઇ ગયેલા હતા. જોકે દુકાનદારે તે બુટ્ટી અઠવાડીયા પછી ટેસ્ટીંગ માટે મોકલી તો તે બુટ્ટી સોનાની ન હતી જેથી દુકાનમાં માણસો મહિલાએ લખાયેલા સરનામે ગયા હતા પણ તે સરનામું ખોટું લખાવ્યા હોવાનું સામે આવ્યું હતું. જો કે ફરીથી ડુપ્લીકેટ લક્કી સાથે મહિલા પહોંચતા સ્ટાફની સજાગતાથી લક્કીને ચેક કરાવી હતી જે ડુપ્લીકેટ હોવાથી મહિલા વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

Next Article