Ahmedabad : સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેમ્પસમાં પહેલીવાર મુસાફરો માણી શકશે વિવિધ વાનગીઓની લિજ્જત

|

Jul 24, 2021 | 5:52 PM

અમદાવાદના (Ahmedabad) સરદાર વલ્લભાઇ પટેલ (Sardar Vallabhbhai Patel International Airport-SVPI) કેમ્પસમાં પહેલીવાર મુસાફરો વિવિધ વાનગીઓની લિજ્જત માણી શકશે.

Ahmedabad : સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ કેમ્પસમાં પહેલીવાર મુસાફરો માણી શકશે વિવિધ વાનગીઓની લિજ્જત
Sardar Vallabhbhai Patel International Airport

Follow us on

અમદાવાદના સરદાર વલ્લભાઇ પટેલ (Sardar Vallabhbhai Patel International Airport-SVPI) એરપોર્ટ પર મુસાફરોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે દિશામાં અદાણી ગ્રૂપ દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર આવનારા ટેસ્ટી ફૂડના રસિયાઓ માટે ફૂડ કોર્ટ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મુસાફરોની સાથે તેમના સ્વજનો કે જે પિકઅપ કે ડ્રોપ માટે અમદાવાદ એરપોર્ટ આવ્યા છે તેઓ પણ વિવિધ વાનગીઓની લિજ્જત માણી શકશે.

અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરોને જો ટ્રાવેલિંગ દરમ્યાન અથવા ટ્રાવેલિંગ પહેલા ભૂખ લાગી હોય તો ટર્મિનલની અંદરના ફૂડ સ્ટોલમાંથી જ વિવિધ વાનગીઓ મળી રહેતી હતી. તે સિવાય અન્ય કોઈ વિકલ્પ મુસાફરો પાસે નહોતો.

આ સાથે જ મુસાફરોને અમદાવાદ એરપોર્ટ પિકઅપ કે ડ્રોપ કરવા માટે અમદાવાદ એરપોર્ટ આવેલા સ્વજનો પાસે તો નાસ્તો કરવા માટે કોઈ વિકલ્પ જ નહોતો જેને ધ્યાને લઈને અદાણી ગ્રૂપ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર 3 વિશેષ ફૂડવાન ડોમેસ્ટિક એરપોર્ટ પર શરૂ કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અમદાવાદ એરપોર્ટ પર શરૂ કરવામાં આવેલ ફૂડ કોર્ટથી મુસાફરોના પેટ તો ભરાઈ જશે પણ ફૂડ કોર્ટમાં વિવિધ સ્નેક્સ તેમજ વાનગીઓનો રાખવામાં આવેલ ભાવથી મુસાફરોના ખિસ્સા પણ ખાલી થઈ જાય તો નવાઈ નહિ. કારણ કે એરપોર્ટ પર ઉભા કરવામાં આવેલ ફૂડ કોર્ટમાં વિવિધ વાનગીઓનો ભાવ સામાન્ય ફૂડ કોર્ટ કરતા વધારે રાખવામાં આવ્યો છે.

અમદાવાદ સરદાર પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉભા કરાયેલા ફૂડ કોર્ટના મેનુ પર નજર કરીએ તો..

મસાલા ચા / આદુ વાળી ચા / ગ્રીન ચા – 90 રૂપિયા
અલગ અલગ પ્રકારની કોફી – 100 રૂપિયા
અલગ અલગ પ્રકારના શેક – 140 રૂપિયા
લસ્સી – 130 રૂપિયા
વડાપાઉં – 80 રૂપિયા
બ્રેડપકોડા – 80 રૂપિયા
સમોસા – 80 રૂપિયા
ખસ્તા કચોરી વિથ અણુ ભાજી – 120 રૂપિયા
પિઝા – 120 રૂપિયા
પનીર પરાઠા – 200 રૂપિયા
સેન્ડવીચ – 100 રૂપિયા

સામાન્ય ફૂડ સ્ટોલ કરતા અમદાવાદ એરપોર્ટ પર બનાવવામાં આવેલ ફૂડ સ્ટોલ પર મળતી વિવિધ વાનગીઓ તેમજ સ્નેક્સની કિંમતમાં વધારે રાખવામાં આવી છે જો કે એરપોર્ટ પર ઉભા કરવામાં આવેલા આ ફૂડવાનમાં તૈયાર કરવામાં આવતી વાનગીઓ સંપૂર્ણ હાઇઝીન કન્ડિશનમાં અનુભવી શેફ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. જેનાથી મુસાફરોને કોરોનાકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત જમવાનું તેમજ સ્નેક્સ મળી રહેશે.

આ પણ વાંચો : MP: અમદાવાદની ફેક્ટરીમાં ગુનાના 7 મજુરોનાં જીવતા સળગી જતા મોત, CM શિવરાજે વળતરની જાહેરાત કરી

Published On - 5:48 pm, Sat, 24 July 21

Next Article