Ahmedabad : ફાયર બ્રિગેડે માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું, ગોંડલની ઘટનામાં મૃત્યુ પામેલા ફાયર જવાનને આર્થિક મદદ કરી

|

Aug 27, 2022 | 4:46 PM

ગોંડલના ફાયર જવાનને મદદ કરવામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કેમચારીઓએ સ્વંમ ભંડોળ એકઠું કરી 3,30,111 આપ્યા.

Ahmedabad : ફાયર બ્રિગેડે માનવતાનું ઉદાહરણ પૂરું પાડયું, ગોંડલની ઘટનામાં મૃત્યુ પામેલા ફાયર જવાનને આર્થિક મદદ કરી
Ahmedabad Fire Brigade

Follow us on

ગુજરાતના (Gujarat)ગોંડલ(Gondal)ખાતે 18 ઓગસ્ટ આયોજીત લોકમેળામાં ફરજના સમય દરમ્યાન અન્ય વ્યક્તિની જાન બચાવવા પોતાના ફરજના ભાગ રૂપે પોતાની કર્તવ્ય નિષ્ઠાનું સર્વોચ્ય ઉદારણ પૂરું પાડવાની સાથે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ (Fire And Emergency) નો ઉદ્દેશ “WE SERVE TO SAVE” પુરવાર કરતા પોતાના જાન ની પરવાહ કર્યા વગર અન્ય વ્યક્તિની જાન બચાવવા ફાયર જવાન લાગી ગયો. જોકે તેમાં તેણે જ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. જેમાં નરસિંહજી ભુદાજી ઠાકોરે ગોંડલ ફાયર બ્રિગેડમા ફાયરમેન તરીકે ફરજ બજાવતા હતા. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ફાયર જવાન નરસિંહ ઠાકોરના અવસાનથી પરિવાર ઉપર આવી પડેલ આ દુઃખદ સમયગાળા દરમ્યાન સરકાર વ્હારે તો ન આવી પણ તેની સામે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ વ્હારે આવ્યું. જેમાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસે ફાયર જવાનને શ્રદ્ધાંજલિ રૂપે રૂપિયા 3,30,111 (ત્રણ લાખ ત્રીસ હજાર એકસો અગિયાર રૂપિયા પૂરા) આર્થિક સહાય પેટે અર્પણ કર્યા હતા.

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી શ્રદ્ધાંજલિ રૂપે આર્થિક મદદ કરી

જેમાં ફાયર જવાનને મદદ કરવામાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કેમચારીઓએ સ્વંમ ભંડોળ એકઠું કરી 3,30,111 આપ્યા. જયરર સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ ગાંધીનગર રીજીયન દવારા 1,02,510 આપ્યા. તેમજ ગાંધીનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ નાની પણ 5500 ની પોતાની રીતે મદદ પુરી પાડી. આમ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી શ્રદ્ધાંજલિ રૂપે કુલ રૂપિયા 4,38,121 (ચાર લાખ આડત્રીસ હાજર એકસો એકવીસ રૂપિયા પૂરા) ની આર્થિક સહાય અર્પણ કરી.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

ઉલ્લેખનીય છે કે આટલા વર્ષોમાં ગુજરાતમાં અનેક એવા બનાવ બન્યા કે જેમાં કેટલીક ઘટનામાં ફાયર જવાન ઘાયલ થયા તો કેટલાકમાં મોત નિપજ્યા. જેમાં મોત નિપજેલ ફાયર જવાનને ફાયર બ્રિગેડ દવારા મદદ કરવાનો આ પ્રથમ કિસ્સો છે.

Published On - 4:45 pm, Sat, 27 August 22

Next Article