અમદાવાદમાં સગીરાને તેની પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતુ અને તેનો વીડિયો પણ ઉતાર્યો હતો. ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી અવારનવાર સગીરાને ધમકી આપતો હતો. જે બાદ આરોપીએ અનેય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા આ વાતની જાણ ભોગ બનનાર પીડિતાને થતા સગીરાએ 11 માર્ચ 2019ના રોજ સુસાઈડ નોટ લખી આપઘાત કરી લીધો હતો. જે બાદ દુષ્કર્મ કરનાર આરોપી સામે દુષ્કર્મ અને આપઘાત કરવા માટે ઉક્સાવવાનો ગુનો નોંધાયો હતો.
આરોપી સામે આઈપીસીની કલમ 306, 376(2) અને 507 તેમજ પોક્સો એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. સમગ્ર કેસમાં સરકારી વકીલ ભરત પટણીએ રજૂઆત કરરી હતી અને ચાર વર્ષ બાદ પીડિતાના પરિવારને ન્યાય મળ્યો છે. આ કેસના 21 સાક્ષીઓને તપાસ્યા બાદ સેશન્સ કોર્ટના જજ જેકે પ્રજાપતિએ ચુકાદો સંભળાવ્યો છે અને આરોપી જીગર પરમારને 10 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
આ પણ વાંચો: સરકારની મોટી જાહેરાત, નિયમોમાં ફેરફાર નહીં થાય, જાણો એલોન મસ્કે શું કરી હતી માંગણી
સમગ્ર ઘટનાની હકીકત અનુસાર મૃતક યુવતી સગીર વયની હોવાની જાણ હોવા છતા આરોપીએ તેને લગ્નની લાલચ આપી તેની સાથે સંબંધ બાંધ્યા હતા. તેની સગીર વયનો લાભ લઈને લલચાવી, ફોસલાવી અને લગ્નની લાલચ આપીને અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન લીધેલા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી આરોપી સગીરાને સતત પરેશાન પણ કરતો હતો. ત્યારબાદ સગીરાને રઝળતી મુકી દઈ આરોપીએ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હતા. આ અંગેની સગીરાને જાણ થતા તેણે 11 માર્ચ 2019 ના દિવસે સાંજના સમયે સુસાઈડ નોટ લખી પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ આરોપી સામે આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરવાની ફરિયાદ પણ ફરિયાદ નોંધાઈ હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:20 pm, Fri, 9 February 24