અમદાવાદ: ક્રાઈમ બ્રાંચના સ્વાંગમાં ઝડપાઈ નકલી પોલીસ, વાહનચાલકોને અટકાવીને કરતા હતા તોડ-પાણી

|

Aug 11, 2022 | 7:31 PM

Ahmedabad: શહેરના હાટકેશ્વર વિસ્તારમાં ક્રાઈમબ્રાંચના પોલીસ કર્મીના સ્વાંગ રચી નક્લી પોલીસ કર્મી અસલી પોલીસના હાથે ઝડપાઈ ગયા છે આ ચારેયે અસલી પોલીસને રોકી ગાડીના કાગળો માગ્યા હતા. અસલી પોલીસકર્મીને શંકા જતા તેમણે સુઝબુઝ વાપરી ચારેયને દબોચી લીધા હતા

અમદાવાદ: ક્રાઈમ બ્રાંચના સ્વાંગમાં ઝડપાઈ નકલી પોલીસ, વાહનચાલકોને અટકાવીને કરતા હતા તોડ-પાણી
નક્લી પોલીસ

Follow us on

અમદાવાદ (Ahmedabad)માં ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીના સ્વાંગમાં નકલી પોલીસ ઝડપાઈ છે. શહેરના ખોખરા વિસ્તારમાં ક્રાઈમ બ્રાંચ(Crime Branch)ના પોલીસકર્મી તરીકેની ઓળખ આપી વાહનચાલકો પાસેથી તોડ કરતી નકલી પોલીસ (Fake Police) ટોળકી અસલી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે. બાઈક પર જઈ રહેલા અસલી પોલીસકર્મીને રોકી તેમની પાસેથી લાયસન્સ અને આર સી બુક જેવા દસ્તાવેજ માગી પરેશાન કરનાર નકલી પોલીસને ખોખરા પોલીસે ઝડપી લીધા છે. પોલીસને આશંકા છે કે આરોપીની પૂછપરછમાં અન્ય ગુનાનો પણ ભેદ ઉકેલાશે કારણ કે આરોપીઓ અગાઉ પણ પોલીસના નામે ગુના આચરી ચુક્યા છે.

ક્રાઈમ બ્રાંચના પોલીસકર્મીના સ્વાંગમાં નકલી પોલીસ

ખોખરા પોલીસે શંકાના આધારે ચારેય નક્લી પોલીસકર્મીને ઝડપી જેલ હવાલે કર્યા હતા. આ ચારેય શખ્સો ક્રાઈમ બ્રાંચના પોલીસ કર્મી હોવાની ઓળખ આપી વાહનચાલકો પાસેથી તોડ કરતા હતા અને રૂપિયા પડાવતા હતા. આ ચારેય સરફરાજ સૈયદ, કૃણાલ શાહ, જાફર રંગરેજ અને લિયાકલ હુસૈન શેખ છે. આ ચારેય આરોપીઓ શહેરના કોઈપણ ચાર રસ્તા પર ઉભા રહી જતા હતા અને વાહનચાલકોને રોકી તેમને કાગળિયા બતાવવાના નામે પરેશાન કરતા હતા તેઓ પોતે ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા હોવાનું જણાવી વાહનચાલકો પાસેથી દસ્તાવેજો ચેક કરતા અને યેનકેન પ્રકારે કોઈપણ બહાને તેમની પાસેથી રૂપિયા પડાવતા હતા. જો કે આ નક્લી પોલીસનો ભેટો બુધવારે અસલી પોલીસકર્મી સાથે થતા આજે ચારેય જેલના સળિયા ગણી રહ્યા છે.

અસલી પોલીસકર્મીને રોકતા નક્લી પોલીસનો ફુટી ગયો ભાંડો

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે બુધવારે મધરાતે ચારેય આરોપી પોતાની નંબર પ્લેટ વિનાની બે બાઈક સાથે હાટકેશ્વર બ્રિજના છેડે ઉભા હતા. રૂપિયા પડાવવા માટે વાહનચાલકોને રોકી રહ્યા હતા તેવામાં ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી સાગરદાનને આ નક્લી પોલીસે રોકી ડોક્યુમેન્ટ માગ્યા હતા. જો કે પોલીસકર્મીને ત્યારે જ શંકા ગઈ હતી અને તેમણે ડોક્યુમેન્ટ મગાવવાના બહાને અન્ય પોલીસને બોલાવી લીધી અને 4 નક્લી પોલીસ કર્મી ઝડપાઈ ગયા હતા. જે અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અગાઉ પણ નક્લી પોલીસના ગુનામાં ઝડપાયા હતા આરોપી

પોલીસે ચારેય નક્લી પોલીસકર્મીના વેશમાં રહેલા આરોપીઓની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી, જેમાં સામે આવ્યુ કે આ જ પ્રકારના ગુનામાં તેઓ અગાઉ પણ ઝડપાયા હતા. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે કે આખરે આરોપીએ અન્ય કેટલા ગુનાને અંજામ આપ્યો છે અને તેમની પાસે પોલીસકર્મીના બનાવટી ઓળખ કાર્ડ છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી છે.

Next Article