Ahmedabad: ફાફડા -જલેબીના ભાવમાં વધારો તેમ છતાં લોકો લિજજતથી માણશે ફાફડા જલેબીનો આસ્વાદ

|

Oct 05, 2022 | 9:57 AM

વર્ષે વર્ષે મોંઘવારી વધી રહી છે. ત્યારે ફાફડા જલેબીને પણ મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે અને ફાફડાના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે જલેબીના ભાવમાં પણ 30થી 100 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે એક કિલો ફાફડાનો ભાવ 650 રૂ. થયો છે તો જલેબીનો ભાવ 750 રૂ. થયો છે. જોકે તેમ છતાં વિવિધ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા માટે સવારથી જ લોક ઉમટી પડ્યા હતા.

Ahmedabad: ફાફડા -જલેબીના ભાવમાં વધારો તેમ છતાં લોકો લિજજતથી માણશે ફાફડા જલેબીનો આસ્વાદ

Follow us on

સમગ્ર ગુજરાતમાં (Gujarat)  આજે દશેરાના પર્વે  (Dussehra )  અમદાવાદમાં વહેલી સવારથી જ ફાફડા અને જલેબીનું (Fafda jalebi ) ધૂમ વેચાણ થઈ રહ્યું છે નવરાત્રિની  (navratri 2022) નોમની રાત્રીએ ગરબા રમ્યા બાદ ખેલૈયાઓએ ફાફાડા જલેબી પર રીતસરનો તડાકો બોલાવ્યો હતો અને ગરબા રમીને ફાફાડા જલેબીનો આસ્વાદ માણ્યો હતો. તો વિવિધ સોસાયટી તેમજ પોળના શેર ગરબાઓમાં નોમની રાત્રીએ જ ફાફાડા જલેબીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજે અમદાવાદીઓ સહિત આખા ગુજરાતમાં નાગરિકો કરોડો રૂપિયાના ફાફાડ જ્લેબી ખાઈ જશે.

ગત વર્ષ કરતા ભાવમાં વધારો

વર્ષે વર્ષે મોંઘવારી વધી રહી છે. ત્યારે ફાફડા જલેબીને પણ મોંઘવારીનું ગ્રહણ નડ્યું છે અને ફાફડાના ભાવમાં કિલોએ 50 રૂપિયાનો વધારો નોંધાયો છે જ્યારે જલેબીના ભાવમાં પણ 30થી 100 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. આ વર્ષે એક કિલો ફાફડાનો ભાવ 650 રૂ. થયો છે તો જલેબીનો ભાવ 750 રૂ. થયો છે. જોકે તેમ છતાં વિવિધ ફરસાણની દુકાનો પર ફાફડા જલેબી ખરીદવા માટે સવારથી જ લોક ઉમટી પડ્યા હતા. વેપારીઓએ જણાવ્યું હતું કે કાચા માલની કિંમતો તેમજ તેલના ભાવમાં વધારો થતા ફાફડા અને જલેબી મોંઘા થયા છે જોકે તેમ છતાં આ વર્ષે ફાફડા જલેબીનું રેકોર્ડ઼ બ્રેક વેચાણ થવાની વેપારીઓને આશા છે.  ગુજરાતમાં દશેરા પર્વે ફાફડા જલેબી (Fafda  Jalebi)  ખાવાનો અનેરો મહિમા છે. જો કે છેલ્લા બે વર્ષની કોરોનાના પગલે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ન હતી. તેવા સમયે આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના પગલે દશેરાની પણ લોકો મન મૂકીને ઉજવણી કરશે તે ચોક્કસ છે.

જલેબીની વિવિધ વરાયટીની માંગ

ફાફડા જલેબીમાં જોવા જઇએ તો ફાફડામાં શુદ્ધ સિંગતેલમાં તળેલા ફાફડાના ભાવ અન્ય તેલમાં તળેલા ફાફડા કરતાં વધારે છે. તેમજ તેવી જ રીતે જલેબીમાં પણ શુદ્ધ તેલ અને શુદ્ધ ધીમાં તળેલી જલેબીના ભાવમાં ફેરફાર જોવા મળે છે. તેમજ આ ઉપરાંત જલેબીમાં હવે ઇમરતી અને કેસર જલેબી જેવી વેરાઇટી પણ ઉમેરાઇ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હેલ્થ વિભાગનું છેલ્લી ઘડીનું ચેકિંગ

આજના દિવસે ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ થશે. અમદાવાદીઓ પેટ અને મન ભરીને જલેબી ફાફડાની મેજબાની માણશે. જો કે તહેવારોના આ દિવસોમાં કેટલાક ફરસાણવાળા અને વેપારીઓ ભેળસેળ કરતા હોવાથી AMCએ દશેરાના એક દિવસ પહેલાથી ચેકિંગ હાથ ધર્યું હતું. AMCના આરોગ્ય વિભાગે (Health Department) શહેરના અલગ-અલગ ઝોનમાં 15 વેપારીઓના ત્યાં ચેકીંગ હાથ ધર્યું હતું.  જ્યાં TPC મશીન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગે અમુક દુકાનો અને ફરસાણમાંથી (Farsan) સેમ્પલ પણ લીધા છે.

Published On - 9:53 am, Wed, 5 October 22

Next Article