Ahmedabad: ડ્રગ્સની મોટી હેરાફેરીનો પર્દાફાશ, શાહીબાગથી પોસ્ટ ઓફિસથી કેટામાઈન હાઈડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ જપ્ત

|

May 15, 2022 | 11:28 PM

મરીમસાલાની આડમાં ડ્રગ્સ છૂપાવી શાહીબાગમાં આવેલી કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ મુંબઈથી USA મોકલવાનું હતું.

Ahmedabad: ડ્રગ્સની મોટી હેરાફેરીનો પર્દાફાશ, શાહીબાગથી પોસ્ટ ઓફિસથી કેટામાઈન હાઈડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ જપ્ત
Drug Parcel Seized From Shahibaug Post Office

Follow us on

ભારતમાંથી વિદેશમાં થતી ડ્રગ્સ (Drugs) ની હેરાફેરીનો અમદાવાદ  (Ahmedabad) ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગના જોઈન્ટ ઓપરેશનથી ફરી એક વખત મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવામાં આવી છે. કરોડો રૂપિયાના કેટામાઈન હાઈડ્રોક્લોરાઇડ ડ્રગ્સનું પાર્સલ કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસ શાહીબાગથી જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ સપ્લાય કરનાર સોનુ ગોયલની ધરપકડ કરવામાં આવી છે.

મરીમસાલાની આડમાં ડ્રગ્સ છૂપાવી શાહીબાગમાં આવેલી કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યું હતું. આ પાર્સલ મુંબઈથી USA મોકલવાનું હતું. જો કે, તે પહેલા ક્રાઈમ બ્રાંચ અને કસ્ટમ વિભાગને માહિતી મળતા પાર્સલને FSLમાં મોકલવામાં આવ્યું. FSLના પ્રાથમિક રિપોર્ટમાં કેટામાઈન હાઈડ્રોક્લોરાઈડ ડ્રગ્સ હોવાનું બહાર આવ્યું હતું. તેના આધારે પોલીસે પાર્સલ મોકલનાર નવસારીના શખ્સની પૂછપરછ કરી. તેમાં રાજસ્થાનના પુષ્કરમાં રહેતા સોનુ ગોયલનું નામ બહાર આવ્યું. સોનુએ જ નવસારીમાં રહેતા તેના મિત્રને પાર્સલ USA મોકલવા કહ્યું હતું. સોનુના કહેવા મુજબ નવસારીના શખ્સે આ પાર્સલને નવસારીની પાર્સલ કસ્ટમ ઓફિસમાં મોકલ્યું હતું. પરંતુ, વિદેશ જતું પાર્સલ અમદાવાદમાં કસ્ટમ ફોરેન પોસ્ટ ઓફિસથી જાય છે. તે મુજબ, નવસારીથી પાર્સલ અમદાવાદ આવતા ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થઈ ગયો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતમાં ડ્રગ્સની બદી દૂર કરવા માટે હવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ કડક કાર્યવાહી કરી રહ્યા છે. અત્યાર સુધી ડ્રગ્સ પેડલરો સામે કાર્યવાહીનુ પ્રમાણ ખૂબ જ ઓછુ જોવા મળતુ હતુ..જો કે હવે ક્રાઇમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ આવા ડ્રગ્સ પેડલરો સામે કડક હાથે કામ લીધુ છે..અને માત્ર એક જ વર્ષમાં 300 જેટલા આરોપીઓને જેલ હવાલે કર્યા છે..કેમકે ગુજરાતના યુવક યુવતીઓને નશાના રવાડે ચડાવી યુવાધનને બરબાદ કરવાના કારસાને નિષ્ફળ બનાવવા પોલીસ વધુ સતર્ક બની છે. છેલ્લા કેટલાક સમયમાં દરિયાઇ વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપ્યા બાદ હવે પોલીસે ડ્રગ્સ પેડલરો સામે લાલ આંખ કરી છે. ટીવી સ્ક્રીનમાં દેખાતા આ ડ્રગ્સ ને ક્રાઇમ બ્રાન્ચે કબ્જે કર્યું છે. જે ડેટામાઇન હાઈડ્રોકલોરાઈડ ડ્રગ્સ છે..આ ડ્રગ્સનો ઉપયોગ યુવાનો ઝડપી નશો કરવા માટે અને ખાસ કરી રેવ પાર્ટીઓમાંઆ થતો હોય છે..સાથે જ વિદેશમાં સૌથી વધુ આવા ડ્રગ્સની માંગ હોવાથી તેની હવે ગુજરાત માંથી હેરાફેરી કરવામાં આવી રહી છે.

Next Article