Ahmedabad: સેમ ડે ડ્રગ્સ ડિલિવરી આપવા માટે ફ્લાઈટમાં મુંબઈ જતો ડ્રગ્સ પેડલર ઝડપાયો, પહેલા ડ્રગ્સની આદત પડી પછી મોજશોખ પુરા કરવા માટે બન્યો પેડલર

|

Oct 05, 2022 | 4:27 PM

અમદાવાદથી મુંબઈ ફ્લાઈટમાં ડ્રગ્સ લેવા જતા ડ્રગ્સ પેડલરની એસ.ઓ.જીએ ધરપકડ કરી લીધી છે. ગ્રાહકને વન ડે ડિલિવરી આપવા માટે આ પેડલર ફલાઇટમાં કરતો હતો મુસાફરી.

Ahmedabad: સેમ ડે ડ્રગ્સ ડિલિવરી આપવા માટે ફ્લાઈટમાં મુંબઈ જતો ડ્રગ્સ પેડલર ઝડપાયો, પહેલા ડ્રગ્સની આદત પડી પછી મોજશોખ પુરા કરવા માટે બન્યો પેડલર
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: અમદાવાદથી મુંબઈ ફ્લાઈટમાં ડ્રગ્સ લેવા જતા ડ્રગ્સ પેડલરની (drug peddler) એસ.ઓ.જીએ ધરપકડ કરી લીધી છે. ગ્રાહકને વન ડે ડિલિવરી આપવા માટે આ પેડલર ફલાઇટમાં કરતો હતો મુસાફરી. એસ.ઓ.જીએ રખિયાલમાંથી 3.40 લાખની કિંમતના 34.050 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલરની કરી ધરપકડ લીધી છે. મોજશોખ પુરા કરવા માટે ડ્રગ્સનો ધધો શરૂ કર્યો કોણ છે આ ડ્રગ્સનો સોદાગર જોઈએ આ અહેવાલમાં.

SOG ક્રાઇમની ગિરફતમાં રહેલ શાહનવાઝ ઉર્ફે બગ્ગો શેખ નામના પેડલરની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. SOG ટીમને બાતમી મળી હતી કે એક શખ્સ MD ડ્રગ્સ સાથે રાખીને તે વેચવા માટે રખિયાલમાં તેજેન્દ્ર કોમ્પ્લેક્ષ પાસે ઉભો છે જેથી પોલીસે રેડ કરી ત્યાંથી આરોપી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું કે તે છેલ્લા 4 મહિનાથી ડ્રગ્સનો વેપાર કરે છે અને પોતે પણ ડ્રગ્સનો બંધાણી છે. થોડા સમય પહેલા તેના મુંબઈના મિત્ર સમીર મારફતે વસીમ નામનાં ડ્રગ્સ ડીલર સાથે સંપર્ક થયો હતો અને તે બાદથી તે અવારનવાર બોમ્બેથી MD ડ્રગ્સ લાવીને અમદાવાદમાં વેચતો હતો.

પકડાયેલ પેડલર શાહનવાઝ શેખ એક દિવસ પહેલા ફ્લાઈટમાં બોમ્બે ગયો હતો અને ત્યાંથી 40 ગ્રામ ડ્રગ્સ લાવ્યો હતો. જોકે તે ડ્રગ્સ વેચી શકે તે પહેલા જ તેની SOGએ ધરપકડ કરી લીધી છે. જોકે પેડલર શાહનવાઝ ગ્રાહકોને સાચવવા વન ડે ડ્રગ્સની ડિલિવરી માટે ફ્લાઈટમાં જતો આવતો હતો. છેલ્લા 4 મહિનાથી મુંબઈથી ડ્રગ્સ લાવી કાલુપુર રેલવે સ્ટેશન નજીકના વિસ્તાર,રખિયાલ,બાપુનગર જેવા પુર્વ વિસ્તારમાં ડ્રગ્સની નાની પડકીઓ બનાવી વેચતો હતો. જે મુંબઈથી 1100 રૂપિયા એક ગ્રામ લેખે ચૂકવી તે અમદાવાદમાં 2500 રૂપિયે એક ગ્રામ ડ્રગ્સની પડકી વેચતો હતો. આરોપી શાહનવાઝ બેકાર છે અને ડ્રગ્સના નશાનો બંધાણી છે જેથી પોતાના મોજશોખ પુરવા કરવા ડ્રગ્સનો ધધો શરૂ કર્યો હોવાની કબૂલાત કરી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

ફરી એક વખત ડ્રગ્સના નેટવર્કનું કનેક્શન મુંબઈ સામે આવ્યું છે. જેથી SOG ટીમે પકડાયેલા આરોપીને ડ્રગ્સ આપનાર મુંબઈના ડ્રગ્સ માફિયાને પકડવા કવાયત તેજ કરી છે.

Next Article