અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મ કહાની બની હકીકત.. એક વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની અને પ્રેમી સહિત 4 આરોપી ઝડપાયા

અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મ કહાની બની હકીકત. ક્રાઇમ બ્રાન્ચે એક વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલીને યુવકની પત્ની ,પ્રેમી સહિત 4 આરોપીની કરી ધરપકડ. પ્રેમી સાથે મળીને પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહ ઘરના રસોડામાં છુપાયો. ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે હત્યાનો ગુનો ઉકેલીને મૃતદેહ ઘરમાંથી બહાર કાઢ્યો. 

અમદાવાદમાં દૃશ્યમ ફિલ્મ કહાની બની હકીકત.. એક વર્ષથી ગુમ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો, પત્ની અને પ્રેમી સહિત 4 આરોપી ઝડપાયા
| Edited By: | Updated on: Nov 05, 2025 | 10:07 PM

અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરીને મૃતદેહ ઘરના રસોડામાં દાટી દીધો હતો. દ્રશ્યમ ફિલ્મની જેમ હત્યા બાદ મૃતદેહ છુપાવવામાં આવ્યો. પરંતુ ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધાતે તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો.

પોલીસે કસ્ટડીમાં લીધેલ આરોપી ઇમરાન વાઘેલાએ પ્રેમિકાના પતિ સમીર અન્સારીની હત્યા કરી. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો એક વર્ષ પહેલાં સપ્ટેમ્બર 2024ના રોજ ફતેહવાડીમાં આવેલા અહેમદી રો હાઉસમાં રાત્રીના સમયે મૃતક સમીર સૂતો હતો ત્યારે પત્ની રૂબી , પ્રેમી ઈમરાન, તેના બે પિત્તરાઈ ભાઈઓ મામાનો દીકરો રહીમ ઉર્ફે સાહિલ તથા માસીનો દીકરો મોહસીન ઉર્ફે ફૈજુ ચારેય ભેગા મળીને સમીરનું ગળું કાપીને હત્યા કરી દીધી અને ઘરમાં જ દોઢ ફૂટનો ખાડો ખોદીને સમીરના મૃતદેહને દાટી દીધો હતો.

ઇમરાનની પૂછપરછ માં હત્યાનો ભેદ ઉકેલાયો

મૃતક સમીર અન્સારી કડીયાકામ કરતો હતો. જેથી ઘરમાં કડીયા કામના સાધનો હતા. તેનો ઉપયોગ કરીને દાટી દીધા બાદ ટાઈસ અને સિમેન્ટથી ફ્લોરિંગ કર્યું હતું. 3 મહિના પહેલા ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસે તપાસ શરૂ કરી અને ઇમરાનની પૂછપરછ માં હત્યાનો ભેદ ઉકેલાયો.

ક્રાઇમ બ્રાન્ચે એકજ્યુકીટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં ઘરના રસોડામાંથી ખોદીને માનવ કંકાલ બહાર કાઢયા હતા અને એફએસએલમા મોકલયા હતા. ક્રાઈમ બ્રાંચે હત્યા કેસમા ઈમરાન વાઘેલાની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.

સમીર અને રૂબીના એક 8 વર્ષનો દીકરો અને 4 દીકરી

ક્રાઈમ બ્રાંચની તપાસમા સામે આવ્યુ કે મૃતક સમીર ઉર્ફે ઈસરાઈલ અન્સારી મૂળ બિહારનો રહેવાસી છે અને 2016મા રૂબી સાથે પ્રેમ લગ્ન કરીને અમદાવાદ આવી ગયો હતો. મહત્વનું છે કે તે અમદાવાદમા જુદી જુદી કન્સ્ટ્રકશન સાઈટ પર કડીયા કામ કરતો હતો. છેલ્લા પાંચ વર્ષથી અહેમદી રો હાઉસના એ-6 નબંરના મકાનમા રહેતો હતો. સમીર અને રૂબીના એક 8 વર્ષનો દીકરો અને 4 દીકરી છે. મૃતકને દારૂ પીવાની ટેવ હોવાથી અવાર-નવાર પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. આ દરમ્યાન રૂબીને આરોપી ઈમરાન સાથે મિત્રતા થઈ અને પ્રેમસંબંધ શરૂ થયો. જેની જાણ મૃતક સમીરને થતા તેણે પત્ની રૂબી પર અત્યાચાર શરૂ કર્યો હતો અને માનસિક-શારીરીક ત્રાસ આપતો હતો.

બાળકોની બાજુમા જ તેમના પિતાની કરપીણ હત્યા

આ ત્રાસથી કંટાળીને રૂબીએ પોતાના પતિ સમીરનો કાંટો કાઢવાનુ નકકી કર્યુ. પ્રેમી ઈમરાનને હત્યાના ષડયંત્રમા સામેલ કર્યો હતો.  સમીર પોતાના બે પિતરાઈ ભાઈ રહીમ અને ફોજી સાથે હત્યાની રાત્રે આવ્યા હતા. રૂબીએ મકાનનો દરવાજો ખુલ્લો રાખ્યો હતો. સમીરની બાજુમા તેના બે બાળકો સુતા હતા. આરોપીએ બાળકોની બાજુમા જ તેમના પિતાની કરપીણ હત્યા કરી અને રાતો રાત મૃતદેહ દાટી દીધો હતો.

આ હત્યા બાદ રૂબી બે મહિના સુધી મકાનમા રહી હતી અને પાડોશીઓેને સમીર દુબઈ નોકરી માટે ગયો હોવાની ખોટી વાતો કરી હતી.. અને આ મકાનમા બે મહિના રહી હતી. ત્યાર બાદ સુરત ગઈ હતી..અને પરત ફતેહવાદી અન્ય સોસાયટીમા રહેવા આવી ગઈ હતી. આ દરમ્યાન ક્રાઈમ બ્રાંચની બાતમીના આધારે સમીરનો મૃતદેહ ઘરમાંથી મળી આવતા પાડોશીઓ પણ આશ્ચર્ય મા મુકાયા હતા.

રો હાઉસમા લોકોમા સમીરની હત્યાની દેહસત વધી

અંધ શ્રદ્ધા હોય કે લોકોનો અંધ વિશ્વાસ પરંતુ આ ચર્ચાએ હત્યાનો ભેદ ઉકેલી કાઢયો છે. ફતેહવાદીના અહેમદી રો હાઉસમા લોકોમા સમીરની હત્યાની દેહસત વધી હતી. સમીરના ઘરમા ભાડેથી રહેતી મહિલાએ સમીરની આત્મા હેરાન કરી રહી હોવાની વાતો ફેલાઈ હતી.  પરંતુ સમીર તો દુબઈ નોકરી માટે ગયો હતો. અને હજુ સુધી તેની કોઈ ભાળ નથી. જેથી સમીર અન્સારી નામનો વ્યકિતના ગુમ થવાની અને તેની હત્યાની ચર્ચા થઈ રહી હતી. જે માહીતી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચે સમીર નામના વ્યકિતની તપાસ શરૂ કરી.

ભોગ બનનારનો મોબાઈલ નંબર એક વર્ષથી બંધ હતો. પત્નીએ દુબઈ ગયો હોવાની વાત કરી હતી. જેથી પોલીસે ટેકનીકલ એનાલીસીસ ના આધારે તપાસ શરૂ કરી. જયારે બિહાર તેના વતન પણ શોધખોળ કરી. પંરતુ તેનો કોઈ પતો મળ્યો નહતો. આ ઉપરાંત સમીરના ગુમ થવાને લઈને કોઈ ફરિયાદનો રેકોર્ડ પણ નહતો. જેથી સમીરની પત્ની રૂબીના પ્રેમી ઈમરાન વાઘેલાની અટકાયત કરીને પોલીસે પુછપરછ કરતા આ હત્યાનો ભેદ ઉકેલાયો હતો.

પ્રેમી ઈમરાન વાઘેલા ની ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે સમીરના મીસીગને લઈને 3 મહિના સુધી તપાસ કરીને હત્યાનો ભેદ ઉકેલીને હત્યા કેસમાં પ્રેમી ઈમરાન વાઘેલા સહિત તમામ આરોપીઓની ધરપકડ કરી છે. આરોપી ઈમરાન પરણિત છે. તેની અગાઉ બે પત્નીઓ છે અને રૂબી સાથે પણ પ્રેમ સંબંધ હતો. ક્રાઈમ બ્રાંચે ચારેય આરોપીઓ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધીને એફએસએલની મદદથી તપાસ શરૂ કરી છે.

Published On - 10:01 pm, Wed, 5 November 25