અમદાવાદના સેટેલાઈટમાં આવેલા ડી-માર્ટને તોલમાપ વિભાગે 90 હજારનો દંડ ફટકાર્યો

|

Dec 02, 2021 | 11:05 PM

ગ્રાહકોને છેતરવાની ફરિયાદ બાદ તોલમાપ વિભાગે તપાસ કરી હતી. જેના આધારે તોલમાપ વિભાગે દંડ ફટકાર્યો છે. જરૂરી નિર્દેશનો ન દર્શાવવા બાબતે ગ્રાહકે ફરિયાદ કરી હતી.

અમદાવાદમાં(Ahmedabad)સેટેલાઈટ વિસ્તારમાં આવેલા ડી-માર્ટને(Dmart)તોલમાપ વિભાગે 90 હજાર રૂપિયાનો દંડ (Fine) ફટકાર્યો છે. ગ્રાહકોને(Consumer) છેતરવાની ફરિયાદ બાદ તોલમાપ વિભાગે તપાસ કરી હતી. જેના આધારે તોલમાપ વિભાગે દંડ ફટકાર્યો છે. જરૂરી નિર્દેશનો ન દર્શાવવા બાબતે ગ્રાહકે ફરિયાદ કરી હતી.

જેમાં રાજ્યના તોલમાપ વિભાગ સક્રિય બન્યો છે. તેમજ તેને લગતી જે પણ ફરિયાદો આવે છે તેનો નિકાલ ઝડપથી થાય તે અંગે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત છેલ્લા ઘણા સમયથી ડી માર્ટ સેટેલાઈટને લઇને વિભાગને અનેક ફરિયાદો મળી હતી. જેમાં ફુડ સેફ્ટી એક્ટના નવા કાયદા મુજબનું પેકિંગ અને જરૂરી વિગતો અનેક આઈટમો પર દર્શવવામાં ન આવતી  હોવાની ફરિયાદો મળી હતી.

જેના પગલે આજે તોલમાપ વિભાગે સેટેલાઇટના ડી માર્ટ સ્ટોરના રેડ કરીને ફરિયાદની ખરાઇ કરી હતી. જેમાં ફરિયાદ સાચી મળી આવી હતી. જેથી વિભાગ દ્વારા સ્ટોરને 90,000 નો દંડ ફટકારવાંમાં આવ્યો છે તેમજ ભવિષ્યના આ પ્રકારની ચૂક ન થાય તે માટે તાકીદ પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત મોલમાં સ્કીમમાં વેચવામાં આવતા માલ સામાનમાં ઓછા વજનના પણ અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં સ્કીમમાં  મુકવામાં આવતા માલ સામાનમાં છાપેલા કરતાં ઓછું વજન હોવાનું પણ  જોવા મળે છે.  જેના લીધે  પણ અનેક ફરિયાદો થતી હોય છે.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 50 કેસ નોંધાયા

આ પણ વાંચો :  વાઇબ્રન્ટ માટે વિદેશ ગયેલા બે ડેલિગેશન પરત ફરતા એરપોર્ટ પર ટેસ્ટિંગ થશે, કવોરન્ટાઇન થવું પડશે

Next Video