Ahmedabad: મલ્ટી લેવલ માર્કેટિંગમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ

|

May 19, 2022 | 8:00 PM

મલ્ટી લેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઇમે (Cyber Crime Police) ધરપકડ કરી છે.

Ahmedabad: મલ્ટી લેવલ માર્કેટિંગમાં રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઇમે કરી ધરપકડ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: મલ્ટી લેવલ માર્કેટિંગમાં લાખો રૂપિયા ગુમાવ્યા બાદ રોકાણકારો સાથે છેતરપિંડી કરનાર આરોપીની સાયબર ક્રાઇમે (Cyber Crime Police) ધરપકડ કરી છે. રોકાણ માટેની નવી મોડ્સ ઓપરેન્ડી વિકસાવી રોકાણકારોના રૂપિયે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી લાખો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર આરોપી સાયબર ક્રાઇમે મુંબઈના થાણેથી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી હતી.

સાયબર ક્રાઇમ બ્રાંચની (Cyber Crime Police) ગિરફતમાં રહેલ મનોજકુમાર શાહ મૂળ મહારાષ્ટ્ર થાણેના રહેવાસી છે. પરતું તેમની છેતરપિંડી જાળમાં અમદાવાદના એક વેપારી ફસાયા અને ગણતરી દિવસોમાં 12.50 લાખ રૂપિયાનું ફુલેકુ ફેરવી દીધું હતું. સાયબર ક્રાઇમ બ્રાંચે આ મામલે ફરિયાદ નોંધી તપાસ કરતા સામે આવ્યું કે જે સિબા મેજીક કોઈનમાં રોકાણ કરવામાં આવતું હતું. તે વેબસાઈટ જ બનાવટી હતી. જે વેબ સાઇટ આધારે રોજના એક ટકા અને વર્ષના 365 ટકા નફો આપવાની લાલચે લોકો પાસે રોકાણ કરવાનું હોવાનું ખુલાસો થયો છે.

છેતરપીંડી ફરિયાદ નોંધાયા બાદ ટેક્નિકલ સર્વેલન્સ આધારે તપાસ કરતા સિબા મેજીકની વેબ સાઈડ મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હોવાનું સામે આવ્યું છે. સાથે જ વેબ સાઇટ ચલાવનાર આરોપી મનોજકુમાર શાહ પાસેથી બે ફોન, બે લેપટોપ અને એક એસ.ઓ.પી બુક કબ્જે કરવામાં આવી છે. મહત્વનું છે કે, આરોપી અગાઉ મલ્ટીલેવલ માર્કેટિંગમાં રોકાણ કરતો હતો. જેમાં તેના લાખો રૂપિયા ડુબીયા બાદ પોતે જે રીતે ભોગ બન્યો તે રીતે લોકો છેતરવાનું શરૂ કર્યું હતું. જો કે ક્રિપ્ટો કરન્સી કોઈનમાં અલગ અલગ સ્ક્રીમ નામે પૈસા પડાવવા એપ્લિકેશન શરૂ કરી હોવાનું સામે આવ્યું છે જેથી વેબસાઈટ અને એપ્લિકેશન ડેવલોપ કરનારની સાઇબર ક્રાઇમે તપાસ શરૂ કરી છે.

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

પકડાયેલ આરોપી મનોજ શાહની છેતરપિંડીની જાળમાં અમદાવાદ ના એક વેપારી નહિ પરંતુ મહારાષ્ટ્ર અને અન્ય શહેરોના લોકો ભોગ બન્યા હોવાની આશંકા છે. જેને લઈ સાયબર ક્રાઇમ દ્વારા એપ્લિકેશન ડેવલોપ કરનારની શોધખોળ કરી જેમાં ડેટા મેળવી ભોગબનાર અને ઠગાઇનો આંકડો મેળવા વધુ તપાસ શરૂ કરી છે.

Published On - 8:00 pm, Thu, 19 May 22

Next Article