Ahmedabad: શહેરમાં ગુનાહિત તત્વો બન્યા બેફામ, ગોમતીપુરમાં મધરાત્રે થયેલા બે રાઉન્ડ ફાયરિંગમાં એક નિર્દોષ વ્યક્તિનું મોત

|

Sep 18, 2022 | 7:38 PM

Ahmedabad: અમદાવાદમાં દિવસે દિવસે ગુનાહિત તત્વો બેફામ બની રહ્યા છે. ગોમતીપુરમાં અડધી રાત્રે થયેલા બે રાઉન્ડ ફાયરિંગમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. મધરાત્રે ફાયરિંગની ઘટના બની જેમા એક નિર્દોષ વ્યક્તિનું મોત થયુ છે.

Ahmedabad: શહેરમાં ગુનાહિત તત્વો બન્યા બેફામ, ગોમતીપુરમાં મધરાત્રે થયેલા બે રાઉન્ડ ફાયરિંગમાં એક નિર્દોષ વ્યક્તિનું મોત

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં ફરી એક વાર ગુનેગારો બેફામ બન્યા છે. સરદાર નગરમાં ફાયરિંગ થયાના ગણતરીના દિવસોમાં જ ગોમતીપુરમાં પણ અડધી રાત્રે બે રાઉન્ડ ફાયરિંગ (Firing) થયું. જેમાં એક નિર્દોષ વ્યક્તિને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઘટના છે અમદાવાદના ગોમતીપુર (Gomtipur)ના ગજરા કોલોનીની, જ્યાં ગઈકાલે એટલે કે શનિવારે મોડી રાત્રે ચાર લોકોએ કારમાં આવી એક યુવક પર છરીથી હુમલો કરી દીધો અને અન્ય એક યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કરતા હિતેશ વાઘેલાનું સારવાર દરમિયાન મોત થયુ છે. આરોપીઓએ એક રાઉન્ડ ફાયરિંગ હિતેશ પર કર્યું અને એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું.

અંગત અદાવતમાં કરાયેલા ફાયરિંગમાં નિર્દોષ યુવકનો લેવાયો ભોગ

ઘટનાની વિગતે વાત કરીએ તો આરોપી મહેશ ઉર્ફે સુલતાનને અહીં રહેતા ભાવેશ નામના યુવક સાથે અંગત અદાવતમાં બબાલ થઈ હતી. જેની દાઝ રાખી આરોપી મહેશ ઉર્ફે સુલતાન, ધમો ઉર્ફે ધર્મેશ અને અન્ય બે લોકોએ ફાયરિંગ કર્યું હતું. જેમાં ભાવેશને તો કંઈ ન થયું પણ હિતેશને ગોળી વાગતા તેનુ મૃત્યુ નિપજ્યુ છે અને જીતેન્દ્ર ચાવડાને છરી વાગતા ઇજા પહોંચી હતી. આરોપીઓએ પહેલા જીતેન્દ્રને છરી મારી બુમાબુમ કરી હતી. બાદમાં ફાયરિંગ કરી હિતેશની હત્યા કરી નાખી. મૃતક અને ઈજાગ્રસ્ત માત્ર ભાવેશની સાથે હાજર હતા. જેના પર આરોપીઓને દાઝ હતી. નિર્દોષ વ્યક્તિઓ પર હુમલો કરી ફાયરિંગ કરી એકની હત્યા કરનાર મહેશ ઉર્ફે સુલતાન અને ધમો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફાયરિંગ કરનાર શખ્સો પોલીસ પકડથી દૂર

હાલ પોલીસે આ ચારેય લોકોની શોધખોળ હાથ ધરી છે. આ ગંભીર ઘટનાને લઈને સ્થાનિક અને મૃતકના પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો હતો. બીજીતરફ પોલીસને એવી પણ આશંકા છે કે આરોપીઓએ માત્ર અંગત અદાવતમાં આ ઘટનાને અંજામ નથી આપ્યો પણ સુલતાનને કોઈ વ્યક્તિ સાથે એક સ્ત્રી સાથેના સંબંધ બાબતે ચકમક ચાલતી હોવાથી ઘટનાને અંજામ આપ્યો હતો. સમગ્ર ઘટનાની મુખ્ય હકીકત તો આરોપીઓ પકડાયા બાદ તેમની પૂછપરછ બાદ જ સામે આવશે. જો કે હજુ સુધી પોલીસ આરોપીઓ સુધી પહોંચી શકી નથી. આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.  ત્યારે આરોપીઓ પકડાયા બાદ જ સમગ્ર ઘટનાના રહસ્ય પરથી પડદો ઉંચકાશે.

Next Article