Ahmedabad: સીટીએમ પાસે વેપારીની આંખમાં મરચાની ભુકી નાખી લૂંટનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો, ત્રણ આરોપીની કરી ધરપકડ
સીટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે મુંબઈના એક વેપારીને આંખમાં મરચાની ભુકી નાખી લૂંટના ગુનાનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટ કરનારા રિક્ષાચાલક અને તેના સાગરીત મળી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.
Ahmedabad: સીટીએમ એક્સપ્રેસ હાઇવે પાસે મુંબઈના એક વેપારીને આંખમાં મરચાની ભુકી નાખી લૂંટના ગુનાનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી નાખ્યો છે. લૂંટ કરનારા રિક્ષાચાલક અને તેના સાગરીત મળી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. વિશ્વાસુ રીક્ષા ચાલકે વેપારીને લૂંટી લેવાનો પ્લાન ધડયો હતો. કોણ છે લૂંટારુઓ જોઈએ આ રિપોર્ટમાં.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ની કસ્ટડીમાં આવેલા આ ત્રણેય આરોપીઓ એ મુંબઈના એક વેપારીને લૂંટના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. ધટના કઈક એવી છે કે, મુંબઇનો એક વેપારી રાણીપ બકરા મંડીમાંથી બકરા ખરીદવા માટે અવાર નવાર અમદાવાદમાં આવતો હતો અને કાયમ એક જ રીક્ષા ચાલકની રીક્ષામાં બેસતો હતો જેથી રીક્ષા ચાલક મકબુલ અન્સારી વેપારીનો વિશ્વાસુ હતો. બસ આ જ વિશ્વાસ કેળવી લઈ આરોપી મકબુલ ઉર્ફે ભોલા અન્સારીએ પોતાના સાગરીતો સાથે મળીને એક લૂંટનો પ્લાન ઘડી નાખ્યો હતો. જેમાં ત્રણ દિવસ પહેલા જ રીક્ષામાં બેઠેલો પેસેન્જર એટલે કે, મુંબઇનો વેપારી જ્યારે સી.ટી.એમ શૌચાલયમાં નાહવા માટે જાય ત્યારે રીક્ષા ચાલકની આંખમાં મરચું નાખીને રિક્ષામાં રહેલી બેગ લઈને ફરાર થઇ જવાનો આ મુજબનો પ્લાન આરોપી રીક્ષા ચાલક મકબુલ ઉર્ફે ભોલું અંસારી એ બનાવી લૂંટ કરે છે.
પકડાયેલ રીક્ષા ચાલક મકબુલ ઉર્ફે ભોલા અન્સારીએ લૂંટનો પ્લાન તો ઘડી નાખ્યો હતો. પરતું ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ભાંગી પડ્યો અને પોતે લૂંટનો પ્લાન ધડયો જેમાં બન્ને સાગરીતો જાહિદ શેખ તથા મોહસીન મકરાણીના નામ પણ કહી દીધા હતા. જેમાં ત્રણેય આરોપી લૂંટના મુદ્દામાલનો એક સરખો ભાગ પણ પાડી દીધો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે તમામ ત્રણેય આરોપીઓની પાસેથી લૂંટમાં ગયેલા 6.20 લાખ રોકડ, ગુનામાં વપરાયેલી ઓટો રીક્ષા અને મોબાઈલ ફોન મળીને કુલ 7.35 લાખ નો મુદ્દમાલ કબ્જે કરી લીધો છે.
પકડાયેલ આરોપી જાહિદ શેખ આગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી અને રાણીપ તથા સોલા પોલીસ સ્ટેશનમાં નજર ચૂકવીને ચોરી કરવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે. ઉપરાંત એક વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે. ત્યારે અન્ય આરોપી વિરુદ્ધ અન્ય કોઈ ગુના છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.