Ahmedabad: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હથિયાર વેચવાના રેકેટનો કર્યો પર્દાફાશ, સાળા-બનેવીની ધરપકડ
ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં હથિયાર વેચવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.9 હથિયાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાળો-બનેવીએ હથિયાર વેચવાનુ રેકેટ ચલાવીને કમાણી કરવાની શરૂઆત કરી હતી.
ઉત્તરપ્રદેશથી ગુજરાતમાં હથિયાર વેચવાના રેકેટનો અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે પર્દાફાશ કર્યો છે.9 હથિયાર સાથે 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાળો-બનેવીએ હથિયાર વેચવાનુ રેકેટ ચલાવીને કમાણી કરવાની શરૂઆત કરી હતી. જો કે આ ગેરકાયદેસર હથિયારોનું વેચાણ થાય તે પહેલાં જ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લેતા સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો છે. ક્રાઈમ બ્રાન્ચે રેકટમાં સંડોવાયેલા 3 લોકોની ધરપકડ અત્યાર સુધીમાં કરી છે.
અમદાવાદ શહેરમામાં હવે ખુલ્લેઆમ હથિયારોનુ વેચાણ થઈ રહ્યુ હોય એવી સ્થિતિ છે. જોકે છેલ્લા એક સપ્તાહમાં અમદાવાદ પોલીસ દ્વારા બે ટોળકીને ઝડપીને જેલને હવાલે કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમબ્રાન્ચે બાતમીના આધારે 11 ઓગસ્ટે આરીફ પઠાણની ઍક પિસ્તોલ અને 6 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં રફીક અહેમદ શેખનું નામ ખૂલ્યું હતું. જેણે આરીફને આ હથિયાર વેચવા માટે આપ્યું હતું.
એક વર્ષથી હથિયાર વેચવા ફરતા હતા
જો કે આરીફની ધરપકડ બાદ સામે આવ્યું કે જુહાપુરાનો અસલમખાન ઉર્ફે નવાબખાન પઠાણએ હથિયાર વેચવા આરીફ ને આપ્યું હતું.જે આરિફએ રફિકને હથિયાર વેચવા આપતા સમગ્ર રેકેટનો પર્દફાશ થયો.ક્રાઇમ બ્રાંચ ત્રણેય આરોપી પાસેથી 9 હથિયાર,19 જીવતા કારતૂસ અને 2 મેગજીન કબજે લઇ તપાસ શરૂ કરી. ક્રાઇમબ્રાંચની તપાસમાં સામે આવ્યું કે ઉત્તર પ્રદેશનો દિલદાર નામનો આરોપી 9 જેટલા હથિયાર તેના બનેવી આરોપી અસલમ ખાન ઉર્ફે નવાબ ખાન પઠાણએ વેચવા માટે આપ્યા હતા. તેણે આ 9 હથિયાર એક વર્ષ પહેલાં વેચવા આપ્યા હતા, પરંતુ એકપણ હથિયાર અત્યાર સુધીમાં વેચાતા ના હોવાથી આરોપી અસલમ ખાને હથિયાર બજારમાં વેચવા માટે નીકાળ્યા હતા.
40 હજારમાં એક હથિયાર
તેવામાં ક્રાઇમ બ્રાંચ ની ટીમને માહિતી મળતાં એક હથિયાર સાથે આરોપીઓની ધરપકડ કરી હતી. જેની તપાસમાં હથિયાર વેચવાનું રેકેટ ખૂલ્યું હતુ. જોકે વોન્ટેડ આરોપી દિલદારે તેના બનેવી અસલમખાન પઠાણને 40 હજારના ભાવે એક હથિયાર વેચવા આપ્યા હતા. પકડાયેલ આરોપી અસલમખાન પઠાણએ આરોપી રફીક ઉર્ફે તિલ્લી અહેમદ 3 હથિયાર વેચવા માટે આપ્યા જેમાંથી એક હથિયાર આરોપી રફીક એ આરોપી આરિફને આપ્યું હતું. જે તામમ હથિયાર કબજે કરવામાં આવ્યા છે. ત્યારે આરોપી અસલમ ખાને અન્ય કોઈને હથિયાર વેચવા આપ્યું છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
આરોપીઓનો ઇતિહાસ ગુનાહિત
આર્મ્સ એક્ટ ગુનામાં પકડાયેલ 3 આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં આરોપી રફીક અહેમદ વિરુદ્ધ હત્યા,લૂંટ જેવા ગુનામાં ધરપકડ થઈ ચૂકી છે. આરોપી અસલમ ખાન પઠાણ વિરુદ્ધ મારમારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે .ક્રાઇમ બ્રાંચ વોન્ટેડ આરોપી દિલદાર ને ધરપકડ કરવા ચક્રોગતિમાન કર્યા છે. આરોપીએ અત્યાર સુધી અન્ય કોઈને હથિયાર વેચ્યા છે કે કેમ અને હથિયાર બજારમાં ફરતા કરવા પાછલનો કોઈ બદઈરાદો નથી જેને લઈને આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.