Ahmedabad: નકલી એનજીઓ અને પત્રકાર બની ફેકટરી માલિકને બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવતી તોડબાજ ગેંગ ઝડપાઈ

|

May 26, 2022 | 4:26 PM

અમદાવાદ જિલ્લામાં ફટાકડાની ફેકટરીમાં એનજીઓ અને પત્રકારનાં નામે રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. હાથીજણનાં વિવેકાનંદનગર પોલીસ મથકમાં ફટાકડાની ફેકટરીનાં માલિકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તોડબાજ ગેંગની ધરપકડ કરી છે.

Ahmedabad: નકલી એનજીઓ અને પત્રકાર બની ફેકટરી માલિકને બ્લેકમેઇલ કરી લાખો રૂપિયા પડાવતી તોડબાજ ગેંગ ઝડપાઈ
ફોટો - આરોપી

Follow us on

Ahmedabad: અમદાવાદ જિલ્લામાં ફટાકડાની ફેકટરીમાં એનજીઓ અને પત્રકારનાં (Fake journalist) નામે રૂપિયા ખંખેરતી ગેંગનો પર્દાફાશ થયો છે. હાથીજણનાં વિવેકાનંદનગર પોલીસ (Ahmedabad Police) મથકમાં ફટાકડાની ફેકટરીનાં માલિકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તોડબાજ ગેંગની ધરપકડ કરી છે. પોલીસ ગીરફ્તમાં ઉભેલા આ આરોપીઓ તોડબાજ ગેંગના સભ્યો છે કે જેઓ પોતાની ઓળખ પત્રકાર અને એનજીઓનાં નામે આપી ફેકટરી માલિક પાસે લાખો રૂપિયા ખંખેર્યા હતા.

વાત જાણે એમ છે કે, આ તોડબાજ ગેંગ દ્વારા અમદાવાદની ન્યુ જય અંબે ફટાકડાની ફેકટરીમાં જઇ મિડીયાવાળા તથા હયુમન રાઇટસ વાળા હોવાની ઓળખાણ આપી હતી અને તમારી ફેકટરીમાં બાળ મજુરો રાખેલ છે તેમજ ફેકટરીમાં પરવાના કરતા વધારે ફટાકડાનો સ્ટોક રાખેલા છે તેમ કહી ફેક્ટરીનો વિડીયો બનાવ્યો હતો. જે વિડીયો મિડીયામાં આપી લાયસન્સ રદ કરાવી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ માલિકને બ્લેકમેઇલ કરી એક લાખ વીસ હજાર રૂપિયા પડાવ્યા હતા.

નકલી પત્રકાર અને એંનજીઓની આ ગેંગમાં સુરેશગીરી ગૌસ્વામી, પ્રેરક ત્રીવેદી, દેવેન્દ્ર કોટવાલ અને વિજયકુમાર વર્મા સામેલ છે કે જેમણે પોતાના નામના એનજીઓ તેમજ નકલી ન્યુઝ ચેનલનાં નામના આઇકાર્ડ પણ બનાવ્યા હતા. આ તોડબાજ ગેંગ ફેકટરી માલિક પાસે પહોંચી અલગ અલગ મુદ્દાઓ પર બ્લેકમેઈલ કરી તોડ કર્યો હતો. ફટાકડા ફેકટરીનાં માલિકની ફરિયાદને આધારે પોલીસે તોડબાજ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી છે સાથેજ ફેકટરી મલિક પાસેથી પડાવેલા એક લાખ વીસ હજાર રૂપિયા અને 3 મોબાઈલ મળી કુલ એક લાખ તેત્રીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે આ ગેંગના સભ્યો માંથી સુરેશગીરી અગાઉ પણ આવા જ કિસ્સામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

હાલતો વિવેકાનંદનગર પોલીસે તોડબાજ ગેંગના 4 સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ દ્વારા ફટાકડા ફેકટરી ઉપરાંત અન્ય કોઈ જગ્યાએ પર આ પ્રમાણે બ્લેકમેઈલ કરી કોઈ તોડ કર્યો છે કે નહિ તેમજ આ ગેંગમાં અન્ય કોઈ સામે છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે, જે રીતે ગ્રામ્ય વિસ્તાર તેમજ જી.આઇ. ડી.સી. વિસ્તારમાં આવેલી ફેકટરી કે નાના મોટા ઉદ્યોગો માં જઈ ને માલિકને બ્લેકમેઇલ કરવામાં આવે અથવાતો વીડિયો બનાવી નાણાં પડાવતી ગેંગ દ્વારા જિલ્લામાં વધુ કોઈ ફેક્ટરીને નિશાન બનાવ્યું હોવાની પણ પોલીસને શક્યતા છે જે આધારે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કોઈ પણ જગ્યા પર આ ગેંગના સભ્યો ખોટી રીતે પૈસા પડાવ્યા હોય તો પોલીસ મથકમાં આવી જાણ કરવા માટે પણ પોલીસે અપીલ કરી છે.

Published On - 4:25 pm, Thu, 26 May 22

Next Article