Ahmedabad : કોરોનાએ વધારી ચિંતા, ગીતા મંદિર ST સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પણ AMCની વિશેષ વ્યવસ્થા

|

Oct 04, 2021 | 1:12 PM

હવે સમય ચેતી જવાનો સમય આવી ગયો છે. કારણ કે ધીરેધીરે દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાએ ફરી ચિંતા વધારી છે. ત્યારે લોકોએ હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. તેમાં પણ નવરાત્રિમાં અપાયેલી છુટછાટ ચિંતાનો વિષય બન્યો છે.

Ahmedabad :  અન્ય રાજ્ય સાથે ગુજરાતમાં પણ કોરોના કેસની શરૂઆત થઇ ગઇ છે. બીજી લહેરમાં કોરોનાએ વિરામ લીધા બાદ કોરોનાના કેસની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદમાં કોરોના કેસ શરૂ થતાં ગીતા મંદિર એસટી સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પણ AMC ની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને કોરોના ટેસ્ટિંગને લઇને અગમચેતી રાખવામાં આવી રહી છે. ટેસ્ટિંગ સાથે વેક્સીનેશનની કામગીરી કરાઈ રહી છે. જોકે બીજી તરફ લોકો કોરોના નિયમ ભંગ કરતા પણ દેખાયા છે. માઇક પર એનાઉન્સમેન્ટ કરી લોકોને ટેસ્ટ કરાવવા અને વેક્સીન લેવા અપીલ કરાઈ રહી છે. એસટી સ્ટેન્ડ પર 3 ટીમ કામે લગાવાઇ છે.

હવે સમય ચેતી જવાનો સમય આવી ગયો છે. કારણ કે ધીરેધીરે દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. કોરોનાએ ફરી ચિંતા વધારી છે. ત્યારે લોકોએ હવે જાગૃત થવાનો સમય આવી ગયો છે. કારણ કે ત્રીજી લહેરના ધીરેધીરે ભણકારા વાગી રહ્યાં છે. જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગમચેતીના પગલા લેવાઇ રહ્યાં છે. અને, જાહેરસ્થળો પર લોકોનું ટેસ્ટિંગ વધારાયું છે. હવે જયારે નવરાત્રિના તહેવારમાં છુટછાટ આપવામાં આવી છે. તેને પગલે પણ લોકોમાં ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો : Navratri 2021: નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના

આ પણ વાંચો :  Narmada : સરદાર સરોવર ડેમની જળસપાટીમાં 95 સે.મીનો વધારો, ડેમની હાલની જળસપાટી 128.01 મીટર પર પહોંચી

Next Video