AHMEDABAD :જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર 'વિશ્વ ઉમિયાધામ'ના નિર્માણ કાર્યનો પ્રારંભ

AHMEDABAD :જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’ના નિર્માણ કાર્યનો પ્રારંભ

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 22, 2021 | 8:34 AM

Vishv Umiyadham : આજે શ્રી શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ અને ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંતો-મહંતો અને દાત્તાઓની ઉપસ્થિતિમાં કાર્યારંભ સમારોહ યોજાશે.

AHMEDABAD : અમદાવાદના જાસપુરમાં આજથી વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયાના મંદિર ‘વિશ્વ ઉમિયાધામ’ના નિર્માણ કાર્યનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.22 નવેમ્બરે શ્રી શતચંડી મહાયજ્ઞ, 31 હજાર દિવડાઓનો દિપોત્સવ અને ભવ્ય શોભાયાત્રા યોજાશે. સાંજે 5 કલાકે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, સંતો-મહંતો અને દાત્તાઓની ઉપસ્થિતિમાં કાર્યારંભ સમારોહ યોજાશે.વિશ્વની અજાયબી સ્વરૂપ વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટ જગત જનની મા ઉમિયાના મંદિર નિર્માણ કાર્યનો પ્રારંભ આજથી થવા જઈ રહ્યો છે.

આ પ્રસંગે પાટીદાર સહિત તમામ સમાજના 100થી વધુ યજમાન પરિવારો મહાયજ્ઞનો લાભ લેશે.. શ્રી શતચંડી મહાયજ્ઞની સાથે-સાથે મા ઉમિયાના ભક્તો, શ્રીયંત્ર મહાપૂજનનું આયોજન કરાયું છે.10 કિલો વજનનું ગોલ્ડ પ્લેટેડ શ્રી યંત્ર પંચધાતુથી બનેલું છે..આ પંચધાતુ યંત્ર સંપુર્ણ શાસ્ત્રોક્ત વિધિથી સિધ્ધ કરવામાં આવ્યું છે..આ શ્રીયંત્રની આજે વિશેષ પૂજા કરવામાં આવશે.

વિશ્વના સૌથી ઊંચા મંદિરની આકૃતિના આકારમાં 31 હજાર દીવડા પ્રગટાવી ગુજરાતના સૌથી મોટા દિપોત્સવની ઉજવણી કરાશે. 300થી વધુ વિશ્વ ઉમિયાધામની ઉમાસેવિકા બહેનો 31 હજાર દિવાડી પ્રગટાવશે.સાથે જ ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે..જેમાં મોટી સંખ્યામાં ઉમિયા ભક્તો જોડાશે..શોભાયાત્રામાં હાથી, ઘોડા અને ઉંટની ઝાંખીઓ પણ રહશે.શોભાયાત્રાનો મુખ્ય હેતુ વ્યસનમુક્તિની જનજાગૃતિ અને રસીકરણની જાગૃતિનો છે.

આ પણ વાંચો : સી.આર.પાટીલનું મોટું નિવેદન, કહ્યું “પોલીસને આ રીતે આંદોલન કરવાનો કોઈ અધિકાર નથી”

આ પણ વાંચો : PORBANDAR : ડ્રગ્સ કેસમાં ગુજરાત ATSના પોરબંદરમાં ધામા, એક શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો

g clip-path="url(#clip0_868_265)">