અમદાવાદમાં નોન વેજ અને ઈંડાની લારી દૂર કરવાના નિર્ણયને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ વખોડ્યો

અમદાવાદમાં કોઇ પણ સ્થળે ઈંડાની લારી દૂર કરવાની બાબત ગરીબ લોકોને હેરાન કરવાની બાબત છે. તેમજ વર્ષ 2022 ના ઇલેક્શનમાં ભાજપ પાસે કોઇ મુદ્દો નથી. તેમજ ગરીબ અને લારી ગલ્લાવાળા લોકોને હેરાન કરવાની વાત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 15, 2021 | 7:04 PM

અમદાવાદમાં(Ahmedabad)જાહેર સ્થળો પરથી નોન વેજ(Non Veg)અને ઈંડાની લારીઓ દૂર કરવાના નિર્ણયને લઇને કોંગ્રેસના (Congress) ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ(Imran Khedawala)કહ્યું છે કે ધાર્મિક સ્થળો બહારથી ઈંડાની લારી દૂર કરવી જોઇએ તેમાં કોઇ બેમત નથી. આ ઉપરાંત હાલ કોરોના કાળ બાદ લોકો લારી લઇને ધંધો કરી રહ્યા છે.

ત્યારે કોઇ પણ સ્થળે ઈંડાની લારી દૂર કરવાની બાબત ગરીબ લોકોને હેરાન કરવાની બાબત છે. તેમજ વર્ષ 2022 ના ઇલેક્શનમાં ભાજપ પાસે કોઇ મુદ્દો નથી. તેમજ ગરીબ અને લારી ગલ્લાવાળા લોકોને હેરાન કરવાની વાત છે.

આ ઉપરાંત ઈમરાન ખેડાવાલાએ જણાવ્યું કે જો જાહેર રોડ પરથી દબાણ દૂર કરવાની વાત છે તો વેજ અને નોન વેજ બંને પ્રકારની લારીઓ દૂર થવી જોઇએ, જો કે હાલ માત્ર નોન વેજ અને ઈંડાના લારીની વાત થાય છે જે યોગ્ય નથી. આ ઉપરાંત માત્ર એક જ રોજગાર સાથે સંકળાયેલા લોકોને હેરાન કરવાની ભાજપની ચાલ છે.

તેમજ ભાજપ સરકાર નક્કી કરશે કે કોને શું ખાવું જોઇએ કે શું નહિ તે અંગે હવે લોકોએ પણ વિચારવું પડશે.

જેમાં ધાર્મિક સ્થળોની આસપાસથી નોન વેજ અને ઈંડાની લારી દૂર કરવા અંગે હું સહમત છું. પરંતુ દરેક વિસ્તારમાં જ્યાં લોકો આ ખોરાક આરોગે ત્યાં આ પ્રકારની કામગીરી કરવી યોગ્ય લાગતી નથી.

આ પણ વાંચો :  અમદાવાદમાં રિક્ષાચાલકોની 21 નવેમ્બરથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી

આ પણ વાંચો : વડોદરા યુવતી દુષ્કર્મ કેસમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી, યુવતીની સાયકલની શોધખોળ શરૂ

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">