મતદાન જાગૃતિ માટે શિક્ષણ વિભાગ દ્વારા તૈયાર કરાઈ અનોખી કંકોત્રી, વિદ્યાર્થીઓએ ઘરે ઘરે જઈ લોકોને વહેંચી આમંત્રણ પત્રિકા- Video

|

Apr 26, 2024 | 4:16 PM

રાજ્યમાં 7મી મેએ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાવાનુ છે ત્યારે દરેક લોકો લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને અને તેમના મતાધિકારનો પ્રયોગ કરે તે માટે શિક્ષણ વિભાગ પણ પ્રયાસરત છે. લોકોને મતદાન કરવા પ્રેરવા માટે શિક્ષણ વિભાગે કંકોત્રી સ્વરૂપની અનોખી આમંત્રણ પત્રિકા તૈયાર કરી છે, જેમા 7મી મેએ લોકોને મતદાન કરવા માટેનું ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.

લોકસભાની ચૂંટણીને આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં એક કંકોત્રી મતદારોમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. આ કોઈ લગ્ન કે માંગલિક પ્રસંગના આમંત્રણની કંકોત્રી નથી. પરંતુ આ કંકોત્રી છે લોકશાહીના મહાપર્વના આમંત્રણની. શહેરીજનોમાં મતદાન અંગે જાગૃતિ આવે અને મોટી સંખ્યામાં મતદાન કરે તેવા ઉમદા હેતુ સાથે આ આમંત્રણ પત્રિકા રૂપી કંકોત્રી છપાવવામાં આવી છે.

મતદારોને ખાસ આમંત્રણ આપવા માટે છપાઈ કંકોત્રી

ચૂંટણી પંચ અને શિક્ષણ વિભાગ દ્વારા અનોખી રીતે ચૂંટણી પ્રચાર માટે આવી કંકોત્રી છાપવામાં આવી છે. જેમાં લગ્નની કંકોત્રીની જેમ જ મતદાન કરવા માટે મતદારને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના મતદારોને જાગ્રત કરવા માટે સ્વામીનારાયણ વિદ્યાલય મંદિર મેમનગરના વિદ્યાર્થીઓએ કંકોત્રી વહેંચી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ શહેરની સોસાયટીઓમાં જઈને મતદારોને કંકોત્રી આપીને 7 મી મેના રોજ અચૂક મતદાન કરવા અપીલ કરી છે.

 “7મી મે ખાસ યાદ રાખજો, આવવાનું ભૂલશો નહી”

જે પ્રકારે લગ્નપ્રસંગનું આમંત્રણ આપવા માટે યજમાન ઘરે ઘરે જતા હોય છે તેવી જ રીતે મતદાન કરવા માટે જવા માટે પણ આ વિદ્યાર્થીઓ કંકોત્રી લોકોને ઘરે ઘરે આપવા માટે જઈ રહ્યા છે અને 7મી તારીખે પોતાની 10થી 15 મિનિટ કાઢી મતાધિકારનો જરૂરથી ઉપયોગ કરે. પ્રત્યેક મત અમૂલ્ય છે અને દેશ માટે 10 મિનિટ મતદાતાઓ ફાળવે આ જ અપીલ સાથે રાજ્યનું શિક્ષણ વિભાગ પણ લોકશાહીના આ મહાપર્વમાં લોકોને મતદાન કરવા આગળ આવે તે માટે બનતા પ્રયત્નો કરી રહ્યુ છે.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

દેશ માટે  15 મિનિટ ગરમી સહન કરજો, પરંતુ મતદાન અવશ્ય કરજો

હાલ કાળજાળ ગરમી વચ્ચે લોકો મોટી સંખ્યામાં મતદાન માટે બહાર આવતા નથી. ત્યારે પીએમ મોદી પણ દેશવાસીઓને અપીલ કરી ચુક્યા છે કે થોડી ગરમી સહન કરીને પણ મત જરૂરથી આપજો. જો કે ચૂંટણી વિભાગ દ્વારા પણ મતદાતાઓને સમસ્યા ન પડે તે માટે અનેક પ્રકારની વિશેષ સુવિધા દરેક મતદાન મથક પર કરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજસ્થાનની માફક અમદાવાદનો કન્વીક્શન રેટ વધે તેવી કામગીરી કરવા પોલીસ કમિશ્નર જી એસ મલિકની તમામ પી.આઈને તાકીદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:14 am, Fri, 26 April 24

Next Article