Ahmedabad: કૅશલેસની સુવિધા બંધ થતાં દર્દીઓ રઝળ્યા, 160 ખાનગી હોસ્પિટલમાં 600 સર્જરી રદ થઇ

|

Aug 09, 2022 | 9:36 AM

AHNAએ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની (Insurance company) કેશલેસ સુવિધા બંધ રાખવાની જાહેરાત કરી છે. આગામી 8થી 15 ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા (Cashless facility) બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.

Ahmedabad: કૅશલેસની સુવિધા બંધ થતાં દર્દીઓ રઝળ્યા, 160 ખાનગી હોસ્પિટલમાં 600 સર્જરી રદ થઇ
જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ રાખવાની જાહેરાત

Follow us on

ખાનગી હોસ્પિટલોએ (private Hospital) જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓ સામે મોરચો માંડ્યો છે. અમદાવાદની (Ahmedabad) ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા બંધ રાખવામાં આવી છે. AHNAએ ( Ahmedabad Hospitals and Nursing Homes Association) જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ રાખવાની જાહેરાત કરી છે. આગામી 8થી 15 ઓગસ્ટ સુધી કેશલેસ (Cashless) સુવિધા બંધ રહેશે. અમદાવાદમાં કૅશલેસની સુવિધા બંધ થતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 9 ઓગસ્ટે એક જ દિવસે 160 ખાનગી હોસ્પિટલોમાં 600 સર્જરી રદ કરવી પડી છે.

600 પ્લાન્ડ સર્જરી રદ કરાઈ

જાહેર ક્ષેત્રની ચાર વીમા કંપનીઓની આડોડાઈના વિરોધમાં આહના સાથે જોડાયેલી 160 હોસ્પિટલોએ અઠવાડિયા સુધી કેશલેસ સુવિધા બંધ કરી છે. જેના પગલે દર્દીઓ રઝળતા થઇ ગયા છે. પ્રથમ દિવસે જ ખાનગી હોસ્પિટલમાં ટાળી શકાય તેવી 30 ટકા એટલે કે 600 પ્લાન્ડ સર્જરી રદ કરાઈ છે. જ્યારે 70 ટકા દર્દીએ રિએમ્બર્સમેન્ટમાં સારવાર લેવાની ફરજ પડી છે. દર્દીઓનું કહેવું છે કે વર્ષોથી આ કંપનીઓમાં હજારો રૂપિયાનું પ્રિમિયમ ભરવા છતાં સારવારની રકમના 60થી 65 ટકા રકમ જ વીમા કંપની મંજૂર કરે છે.

વિરોધમાં 300થી વધુ ખાનગી હોસ્પિટલ જોડાઇ

AHNAએ જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની કેશલેસ સુવિધા બંધ રાખવાની જાહેરાત કરી છે. આગામી 8થી 15 ઓગસ્ટ સુધી કેશલેસ સુવિધા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ વિરોધમાં 300થી વધુ ખાનગી હોસ્પિટલ જોડાઇ છે. આ મામલે આહનાના પ્રમુખે જણાવ્યું હતુ કે, ધી ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ, (new india insaurance) નેશનલ ઇન્શ્યોરન્સ, યુનાઇડેટ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ (United india insurance) અને ધી ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપનીની કેશલેસ સુવિધા સ્થગિત રખાશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

હોસ્પિટલ એસોસિયેશનના ગંભીર આરોપ

AHNAનો આરોપ છે કે, વીમા ધારકોને સારી સુવિધા મળે તે માટે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને (Insurance Company) વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઇ ઉકેલ લાવવામાં આવ્યો નથી. એટલું જ નહીં વીમા કંપનીએ હોસ્પિટલ સાથે કરેલા MOUના ચાર્જમાં પણ છેલ્લા ઘણા સમયથી વધારો કર્યો નથી. હોસ્પિટલના ચાર્જમાં (hospital Charge) દર વર્ષે 6 ટકાના દરે વધારો કરવા માગ કરી છે. સાથે સાથે કેટલીક સર્જરી અને પ્રોસિજરમાં વીમા કંપનીએ ફિક્સ ચાર્જીસ નક્કી કર્યા હોવાનો પણ આરોપ છે. તો ડાયાબિટિસ, હ્યદયરોગ જેવી મોર્બિડિટીને વીમામાંથી બાકાત રાખવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Next Article