અમદાવાદમાં ભાડે ગાડીઓ લઈ પચાવી પાડવાનો મામલો, માલિકોને પોતાની કાર કે ભાડું નહીં મળતા કૌભાંડ આવ્યું સામે

|

Jul 27, 2024 | 5:42 PM

અમદાવાદના અસારવા વિસ્તારમાં અમુક લોકોએ પોતે ગાડીઓ ભાડે આપી હતી, જેનું ભાડું અને પોતાની ગાડીઓ પણ પરત નહીં મળતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ચૂંટણી સમયે ગાડીઓની જરૂરિયાત હોવાનું કહી અનેક ગાડીઓ પચાવી પડવાનું કૌભાંડ સામે આવ્યું છે.

અમદાવાદમાં ભાડે ગાડીઓ લઈ પચાવી પાડવાનો મામલો, માલિકોને પોતાની કાર કે ભાડું નહીં મળતા કૌભાંડ આવ્યું સામે

Follow us on

અમદાવાદમાં ભાડે ગાડી લઈને ગાડી પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. કાર માલિકોને પોતાની કાર કે ભાડું નહિ મળતા આખરે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે. જોકે શરૂઆતમાં પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી ન થતા આખરે મામલો ઉગ્ર બન્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ધરણા કરવાની ચીમકી આપતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગઈકાલે ફરિયાદ નોંધાઈ હતી.

સમગ્ર કૌભાંડની હકીકત એવી છે કે પ્રિન્સ મિસ્ત્રી અને તેના પિતા કનુભાઈ મિસ્ત્રી દ્વારા અસારવા વિસ્તારના અમુક લોકોને જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં તેમને ગાડીઓનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી 45 જેટલા લોકોએ પ્રિન્સ મિસ્ત્રીને પોતાની ગાડી ભાડે આપી હતી.

શરૂઆતના બે થી ત્રણ મહિના પ્રિન્સ દ્વારા ગાડી માલિકોને યોગ્ય રીતે વળતર આપવામાં આવતું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી વળતર નહીં મળતા કાર માલિકો પ્રિન્સ મિસ્ત્રીના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમના પિતાએ પ્રિન્સ ઘરે નહીં આવતો હોવાનું અને તેની સાથે કોઈ સંબંધ નહિ હોવાનું જણાવ્યું હતું.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

આ સમગ્ર ઘટના બાદ ગાડી માલિકોએ તપાસ કરતા તેમની ગાડીઓ અમુક વ્યક્તિઓ પાસે ગીરવે રાખી હોવાનો ખ્યાલ આવતા કાર માલિકોએ જે તે વ્યક્તિનો સંપર્ક કરતા સામે આવ્યું કે પ્રિન્સ દ્વારા આ બધી કાર ગીરવે રાખવામાં આવી છે. જોકે સમગ્ર મામલે કાર માલિકો પોલીસ સ્ટેશનને પહોંચતા આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.

સમગ્ર કેસમાં રાજકારણ શરૂ થયું

કારને ભાડે રાખી પૈસા કે કાર પરત નહીં આપવાના સમગ્ર કૌભાંડને હવે રાજકીય રંગ અપાયો છે. સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પોલીસ કમિશનર ઓફિસ પહોંચ્યા હતા અને સમગ્ર કૌભાંડ વિશે રજૂઆત કરી ભાજપના કાર્યકરો પર આક્ષેપો કર્યા હતા. જીગ્નેશ મેવાણીના જણાવ્યા મુજબ પ્રિન્સ ભાજપનો કાર્યકર છે અને તેના દ્વારા જ સમગ્ર કૌભાંડ કરવામાં આવ્યું છે. જોકે પ્રિન્સની સાથે ક્રાઈમ બ્રાન્ચનો એક પોલીસ કર્મચારી પણ સામેલ હોવાનો આક્ષેપ જીગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ ચીમકી ઉચ્ચારી છે કે જો સોમવાર સુધીમાં આરોપીઓ પકડાશે નહીં તો તેઓ કલેક્ટર કે કમિશનર ઓફિસ બહાર ધરણા પર ઉતરશે.

કાર માલિકોએ શું કર્યા આક્ષેપો

જોકે કાર માલિકો પોતાની કાર અલગ અલગ રીતે શોધતા હતા અને અમુક કારમાં જીપીએસ લાગ્યું હતું જેના આધારે કાર માલિકોને ખ્યાલ આવ્યો કે તેમની કાર જ્યાં ગીરવે મુકાયેલી છે ત્યાંથી તેમનો અલગ અલગ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને લઈને પણ કાર માલિકોએ ક્રાઈમ બ્રાન્ચમાં રજૂઆત કરી સમગ્ર માહિતી આપી હતી.

કાર માલિકોએ જ્યાં પોતાની કાર ગીરવે રાખવામાં આવી છે તેમનો સંપર્ક કરતા કાર છોડાવવા માટે પૈસાની પણ માંગણી કરી હોવાનું કાર માલિકોએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જોકે પોલીસ દ્વારા પણ તમામ કાર માલિકોને ખાતરી આપવામાં આવી છે કે તેમની કાર કાયદાકીય રીતે પરત મેળવશે અને તાત્કાલિક ધોરણે આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવશે.

મહત્વનું છે કે જે રીતે સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે જેની ફરિયાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાય છે, ત્યારે હવે ખરેખર સમગ્ર શહેરમાંથી પ્રિન્સ મિસ્ત્રી દ્વારા કેટલી કાર ભાડે લીધી હતી તેમજ કાર માલિકો અને જીગ્નેશ મેવાણીના આક્ષેપો મુજબ સમગ્ર કેસમાં કોઈ પોલીસ કર્મચારી સંડોવાયેલું છે કે કેમ આ સમગ્ર મુદ્દા ઉપર પોલીસ તપાસ શરૂ કરી છે.

Next Article