અમદાવાદ: સાઉથ બોપલમાં બિલ્ડરે પ્રિબુકિંગના નામે લોકોને છેતર્યા, ₹40 કરોડ લઇને થયો રાતોરાત ફરાર

|

Dec 20, 2024 | 4:09 PM

અમદાવાદના સાઉથ બોપલમાં એક બિલ્ડરે પ્રિ-બુકિંગના નામે 200થી વધુ લોકો પાસેથી 40 કરોડ રૂપિયા એકઠા કર્યા અને પછી ફરાર થઈ ગયો. "રિચમંડ પ્રિવિલોન" અને "સેલેસ્ટિયલ" નામની સ્કીમોમાં ફ્લેટ બુક કરાવનારા લોકો પોતાના નાણાં ગુમાવવાના ડરથી ચિંતિત છે. કેટલાકને ચેક આપવામાં આવ્યા છે જે બાઉન્સ થયા છે. આ સમગ્ર મામલે હવે ભોગ બનનારા લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શહેરોમાં વસતો નોકરીયાત મધ્યમવર્ગ પોતાનું ઘરનું ઘર વસાવવા માટેના સપના જોતો હોય છે. પરંતુ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં બિલ્ડરે પ્રિ-બુકિંગના નામે લોકોને છેતર્યા છે. 40 કરોડ લઇને બિલ્ડર ફરાર છે અને બુકિંગ કરાવનાર લોકો પોતાની મરણમૂડીને લઇને ચિંતિત છે.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં ઘર લેવાના નામે 200 લોકો છેતરપિંડીનો શિકાર બન્યા છે. પ્રિવિલોન બિલ્ડકોન એલએપીએ 3 અને 2 બીએચકેના ફ્લેટની બે સ્કીમ મૂકી હતી. રિચમંડ પ્રિવિલોન અને અને સેલેસ્ટિયલ નામની સાઈટમાં બિલ્ડરે પ્રી-બુકિંગ શરૂ કર્યું. બુકિંગ પેટે 200થી વધુ લોકોએ પાસેથી રૂ.15 લાખ સુધીની લીધી હતી. હવે એવુ સામે આવી રહ્યું છે કે બિલ્ડરે જમીનના પૂરા નાણાં ચુકવ્યા ન હોવાથી સોદો રદ થયો. સેલેસ્ટિયલ પહેલા પ્રોવિલોન ગ્રુપની હતી પણ જમીનનો સોદો ન થઈ શકતા હાલ અન્ય બિલ્ડરે પોતાનુ કામ શરૂ કર્યું છે. પરંતુ સેલેસ્ટિયલની સ્કિમમાં એડવાન્સ બુકિંગ કરનારા લોકો જ્યારે પોતાના નાણાં પરત લેવા પહોંચ્યા ત્યારે બિલ્ડે હાથ ઉંચા કરી નાખ્યા.. બિલ્ડરે પોતાની હાલમાં કોઈ મૂડી ન હોવાનું કહેતા જ બુકિંગ કરવાનારા લોકોને ફાળ પડી છે. છેતરપિંડીનો ભો ગ બનેલા લોકોએ એસપી ઓફિસમાં રજૂઆત કરી હતી. કેટલાક લોકોને ચેક આપ્યા છે, પરંતુ તેમાંથી ઘણાના ચેક બાઉન્સ પણ થયા છે.

જો કે સ્કીમમાં ભાગીદાર રહેલા હરેન કારિયાએ કહ્યું હતું કે, હું 6 મહિના પહેલા જ ભાગીદારીમાંથી છૂટો થઇ ગયો છું. હું લોકોની તેમણે ભરેલી રકમ પરત મળે તેવા તમામ પ્રયત્નો કરીશ. કોઇના રૂપિયા ડૂબશે નહીં. પણ હાલ તો જ્યાં સુધી લોકોને પોતાના ભરેલા નાણાં દુધે ધોયેલા ન મળે ત્યાં સુધી બુકિંગ કરાવનારા લોકો ઉચાટમાં રહેશે તે તો નક્કી

LIC ની આ યોજનામાં તમને મળશે દર મહિને 15,000 રૂપિયા
Beer Health Effect : 21 દિવસ સુધી સતત બીયર પીવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘી માં તળીને ખાવાથી આ તમામ બીમારીઓનો જડમૂળમાંથી થશે નાશ
અનુભવી ભારતીય ખેલાડીએ લીધી નિવૃત્તિ
નીતા અંબાણીએ જણાવ્યું Ambani Family માટે જામનગર કેમ ખાસ છે ?
જુની સાડીમાંથી બનાવો નવી ડિઝાઇનના ડ્રેસ, જુઓ photo

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article