Ahmdedabad: બોપલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરોની દાદાગીરી, મહિલા શ્રમિક સાથે છેડતી બાદ તેના પતિ અને મિત્રને માર્યો માર, પોલીસ પર પણ કર્યો હુમલો

|

Jan 07, 2025 | 2:01 PM

અમદાવાદમાં બોપલમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. એક મજૂર મહિલાને છેડતી બાદ મહિલાના પતિ અને તેના મિત્રને અન્ય મજૂરો દ્વારા માર મારવામાં આવ્યો. ફરિયાદ લખવા ગયેલી પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો. પોલીસે 112 લોકોની અટકાયત કરી. સમગ્ર મામલે બોપલ પોલીસે છેડતી અને રાયોટિંગને લઈને 3 ફરિયાદ નોંધીને 112 લોકોની અટકાયત કરી. જેમાંથી છેડતી અને પોલીસ પર હુમલો કરનાર સાઇટ સુપરવાઈઝર સહિત 16 લોકોની ધરપકડ કરી.

Ahmdedabad: બોપલમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર મજૂરોની દાદાગીરી, મહિલા શ્રમિક સાથે છેડતી બાદ તેના પતિ અને મિત્રને માર્યો માર, પોલીસ પર પણ કર્યો હુમલો

Follow us on

અમદાવાદમાં બોપલ વિસ્તારમાં આવેલા ઘુમા નજીક સ્વર્ણિમ સન નામની કન્સ્ટ્રકશન સાઇટ પર ગઈકાલે રાત્રે મજૂરો વચ્ચે થયેલી મારામારીની તપાસ કરવા ગયેલી પોલીસ પર મજૂરોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. એક પરણિત મહિલાની છેડતી કરતા મજૂરો વચ્ચે મારામારી શરૂ થઈ હતી. ઘટનાની વાત કરીએ તો સ્વર્ણિમ સન સાઈટ પર મજુરી કરી રહેલા સુરેશની પત્નીને નીલેશ પારઘી અને લક્ષ્મણ નામના બે યુવકોએ છેડતી કરી હતી. જેથી પતિ સુરેશ આરોપીઓને ઠપકો આપવા જતા આ સાઈટના સુપરવાઈઝર દિનેશ રોત તેના ભાઈ ક્રાંતિ રોત, નિલેશ પારગી, અનિલ ગરાસીયા, લક્ષ્મણ સહીતના આરોપીએ સુરેશને માર માર્યો અને રૂમમા પુરી દિધા હતા. સુરેશે તેના મિત્ર પ્રવિણ પટેલને મદદ માટે કોલ કર્યો હતો, ત્યારે આરોપીઓએ પ્રવિણ પર લોખંડની પાઈપથી હુમલો કર્યો હતો. જેથી ઈજાગ્ર્સ્ત પ્રવિણને હોસ્પીટલ ખસેડવામા આવ્યો હતો. આ મારામારીની જાણ બોપલ પોલીસને થતા પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોચતા આરોપીના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરીને સેન્ટીંગના ધોકા અને લોખડની પાઈપથી હુમલો કર્યો હતો. આ ઘટનાને લઈને બોપલ પોલીસે જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધીને 16 આરોપીની ધરપકડ કરી છે.

યુવતીની છેડતી, મારામારી, રાયોટીંગ અને પોલીસ પર હુમલાને લઈને પોલીસ 112 લોકોની અટકાયત કરી હતી. જેમાથી 16 આરોપીઓની ધરપકડ કરીને પુછપરછ શરૂ કરી છે. પકડયેલા આરોપીઓ રાજેસ્થાનના ડુંગરપુરના રહેવાસી છે. જેમા મુખ્ય સુત્રધાર સાઈટ સુપરવાઈઝર દિનેશ રોત અને તેનો ભાઈ ક્રાતિ રોત છે. જેમણે નીલેશ પારઘીને છેડતીના ગુનામાંથી બચાવવા સુરેશ અને તેની મંગેતરને રૂમમા પુરીને માર માર્યો હતો. આ ઉપરાંત ફરિયાદ લેવા ગયેલા બોપલ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ચાવડાને મારવા માટે ટોળાને ઉશ્કેરયા હતા. આરોપીઓએ ટોળાને પોલીસ પોતાના માણસોને પકડવા આવી હોવાનુ કહીને ઉશ્કેર્યા હતા અને પથ્થરમારો કરાવ્યો હતો. બોપલ પોલીસે આ બનાવને લઈને યુવતીની છેડતીની ફરિયાદ નોંધી છે. જયારે પ્રવિણ પટેલની મારામારી અને હેડ કોન્સેટબલ વિક્રમસિંહ ચાવડાની પોલીસ પર હુમલાને લઈને ફરિયાદ નોંધી છે. આ ઉપરાંત સાઈટ પર સગીરવયના બાળકો મજૂરી કરતા મળી આવ્યા હોવાથી વધુ એક ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

બોપલ પોલીસે પકડેલા 112 આરોપીઓમાંથી 16 આરોપીઓની ધરપકડ કરી છે. જયારે 96 આરોપીઓની અટકાયતી પગલા લીધા છે. આ રોયોટીગમા ટોળાને ઉશ્કેરવા પાછળ કોણ જવાબદાર છે તે મુદ્દે પોલીસે આરોપીઓની પુછપરછ કરીને કોર્ટમા રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:11 pm, Mon, 6 January 25

Next Article