Ahmedabad : નવસારીના કલ્પનાબેન પટેલના શરીરના અંગોનું દાન કરાયું, 5 દર્દીઓને મળ્યું નવજીવન

|

Jun 19, 2021 | 6:22 PM

Ahmedabad : બ્રેનડેડ જાહેર થયા બાદ આવા દર્દી અનેક વ્યક્તિને નવજીવન આપી શકે છે. નવસારીના અજરાઇ ગામના રહેવાસી કલ્પનાબેન પટેલને બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેમના શરીરના 5 અંગોનું દાન કરવાનો નિર્ણય પટેલ પરીવારે લીધો છે.

Ahmedabad : નવસારીના કલ્પનાબેન પટેલના શરીરના અંગોનું દાન કરાયું, 5 દર્દીઓને મળ્યું નવજીવન
કલ્પનાબેન પટેલ, નવસારી

Follow us on

Ahmedabad : બ્રેનડેડ જાહેર થયા બાદ આવા દર્દી અનેક વ્યક્તિને નવજીવન આપી શકે છે. નવસારીના અજરાઇ ગામના રહેવાસી કલ્પનાબેન પટેલને બ્રેનડેડ જાહેર કર્યા બાદ તેમના શરીરના 5 અંગોનું દાન કરવાનો નિર્ણય પટેલ પરીવારે લીધો છે.

કલ્પના બેનના કયા અંગ દાન કરાયા
હ્રદય – અમદાવાદ પ્રાઇવેટ હોસ્પિટલ
કિડની – બંન્ને કિડની IKDRમા અલગ અલગ દર્દીને
લિવર – IKDR
બંન્ને આખો – સુરતની ચક્ષુબેંકને

કોરી સમાજના પટેલ પરિવારે બ્રેઈનડેડ કલ્પનાબેનના મૃત્યુબાદ હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી અનેક વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક પ્રસરાવી છે. અને સમાજને નવી દિશા પણ બતાવી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સુરતમાં રહેતા 55 વર્ષના કલ્પનાબેન પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો. જે માટે તેમની 15 દિવસ સુરતની હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર કરાઇ. તેમ છતાં તેમની તબિયતમાં કોઈ સુધારો ન થતા તબીબોની ટીમ દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરાયા.

કલ્પનાબેનના પરિવારમાં તેમને ગુમાવવાનું દુઃખ તો અસહ્ય હતું. પરંતુ કલ્પનાબેનના શરીરના અંગોનું પ્રત્યારોપણ કરી તેમના શરીરના અવયવો થકી તેમને જીવંત રાખવાનો નિર્ણય આ કપરી પરિસ્થિતિમાં પટેલ પરિવારે કર્યો.

કલ્પનાબેનની 2 કિડની, લીવર, હાર્ટ અને આંખોનું દાન 5 વ્યક્તિઓને આપી, કલ્પનાબેન મૃત્યુ બાદ પણ અન્ય વ્યક્તિઓને નવજીવન આપી ગયા. તબીબોની ટીમ દ્વારા ગ્રીન કોરિડોરની મદદથી સુરતથી આ તમામ અવયવો અમદાવાદ પહોંચાડવામાં આવ્યા. જેનું તુરંત જ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

નવસારીના અજરાઈ ગામના ખેડૂત પરિવારનાના ગૃહિણી કલ્પનાબેનએ 5 વ્યક્તિઓને નવું જીવન આપ્યું. ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ દ્વારા આ તમામ વ્યક્તિઓને નવજીવન  મળ્યા.  કોરી પટેલ સમાજના કલ્પનાબેનના પરિવારે સમાજના કુરિવાજો અને ગેર માન્યતાને બિલકુલ ધ્યાન પર ન રાખી અને કલ્પનાબેનના મૃત્યુ બાદ તુરંત જ શરીરના જે  પણ અવયવો કામ લાગે તેના ટ્રાન્સપ્લાન્ટ માટે તૈયારી દર્શાવી.

સમાજમાં આજ પ્રકારની જાગૃતિ સાથે દરેક સમાજ અને વર્ગના લોકો અવયવોનું દાન કરે તો કિડની, લીવર કે કોઈપણ અન્ય અંગ માટે અંતે કોઈ દર્દી ને રાહ ન જોવી પડે.

Next Article