Ahmedabad: કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ જમના વેગડાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, ”સસ્તી પ્રસિદ્ધિ મેળવનારને 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપીશ”

જમના વેગડા પર આરોપ હતો કે તેમણે ધાનેરાની મહિલાને તાંત્રિક વિધિ માટે વાત કરી હતી. તેમજ કોંગ્રેસના જ 2 નેતાને ખતમ કરવા જણાવ્યું હતું. જે મામલે તાંત્રિક હમિદા સૈયદે પણ જમના વેગડા સાથે વાતચીતનો સ્વીકાર કરતા આખરે કોંગ્રેસે શિક્ષાત્મક પગલા લીધા છે.

Ahmedabad: કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ જમના વેગડાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, સસ્તી પ્રસિદ્ધિ મેળવનારને 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી જવાબ આપીશ
Corporator Jamna Vegda posts on social media after suspension
| Edited By: | Updated on: Feb 05, 2022 | 11:09 AM

અમદાવાદ કોંગ્રેસના (Congress) મહિલા કાઉન્સીલર જમના વેગડાને(Jamna Vegda) તાંત્રિક વિધિ (Black Magic) કરાવવાના આરોપમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસમાંથી હકાલપટ્ટી બાદ જમના વેગડા મેદાને ઉતર્યા છે અને સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરી છે. પોસ્ટમાં જમના વેગડાએ લખ્યું છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવનારને હું જવાબ આપીશ. કોંગ્રેસના મહિલા કાઉન્સીલર જમના વેગડાએ સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સ દ્વારા સસ્તી પ્રસિદ્ધિ મેળવનારને જવાબ આપીશ તેવો દાવો કર્યો છે. સાથે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું છે કે શેર બે કદમ પીછે હઠ કરે ત્યારે ચોક્કસ મોટી છલાંગ મારે છે. ત્યારે જમના વેગડા સાંજે શું ખુલાસો કરશે તેના પર સૌની નજર મંડરાયેલી છે.

જમના વેગડા પર આરોપ હતો કે તેમણે ધાનેરાની મહિલાને તાંત્રિક વિધિ માટે વાત કરી હતી. તેમજ કોંગ્રેસના જ 2 નેતાને ખતમ કરવા જણાવ્યું હતું. જે મામલે તાંત્રિક હમિદા સૈયદે પણ જમના વેગડા સાથે વાતચીતનો સ્વીકાર કરતા આખરે કોંગ્રેસે શિક્ષાત્મક પગલા લીધા છે. જમના વેગડા પર અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરાવવાનો આરોપ છે. ત્યારે કોંગ્રેસના સત્તાધીશો દ્વારા પણ જણાવાયું હતું કે આરોપ સાબિત થશે તો શિક્ષાત્મક પગલા લેવાશે અને આખરે આ મામલે કોંગ્રેસના કાઉન્સીલર જમના વેગડા વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરના કાઉન્સિલર જમના વેગડા AMCમાં વિપક્ષના નેતા ન બની શકતા કાળા જાદુનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે. એક કથિત ઓડિયો વાયરલ થયો છે. જેમાં દાવો થઈ રહ્યો છે કે શહેજાદખાન પઠાણને ખતમ કરી દેવા કાળા જાદુનો સહારો લેવાયો છે. જમના વેગડા અને તાંત્રિક વચ્ચેની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો હતો. જેની બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે જગદીશ ઠાકોરે તપાસના આદેશ આપ્યા હતા તેમણે કહ્યું કે પાર્ટીમાં આવી કોઈ ઘટનાઓને ચલાવી લેવાશે નહીં, જો જમના વેગડા દોષિત ઠરશે તો તેમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે.

આ પણ વાંચો- Gujarat માં આમ આદમી પાર્ટીને મોટો આંચકો, પાંચ કાઉન્સિલર ભાજપમાં જોડાયા

આ પણ વાંચો- Gujarat માં શહેરી વિકાસને વેગ મળશે, ચાર મહાનગરોના વિકાસ માટે 253 કરોડની ફાળવણી